બેઠક:લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ , સુરઇ ગામે ખાનગી કંપનીને પરવાનગીનો પ્રશ્ન ગાજ્યો - Alviramir

બેઠક:લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ , સુરઇ ગામે ખાનગી કંપનીને પરવાનગીનો પ્રશ્ન ગાજ્યો

સુરેન્દ્રનગર25 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લા કલેક્ટર કચેરીમાં સંકલનસમિતિની બેઠક યોજાઈ હતી

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.જેમાં ધારાસભ્યએ આઇસીડીસએસ, લેન્ડ ગ્રેબિંગ ફરીયાદ, સુરઇ ગામે ખાનગી કંપનીને પરવાનગી પ્રશ્ન રજૂ કર્યા હતા. કલેક્ટરે અધિકારીઓને સમય મર્યાદામાં અરજીઓનો નિકાલ કરવા અને સરકારી બાકી લેણાની વસુલાત ઝુંબેશ ઉપાડી પૂર્ણ કરવા જણાવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટનાં અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં શનિવારે મળી હતી. જેમાંમાં અધિકારીઓને સરકારી બાકી લેણાની વસુલાત માટે ઝુંબેશ ઉપાડી વસુલાત ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત, કર્મચારીઓનાં બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા, લોકોની અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ તેમજ એ.જી. કચેરીનાં બાકી પારાઓનો નિકાલ કરવા, આર.ટી.આઈ.ની અરજીઓ, તકેદારી આયોગને લગતી અરજીઓનો નિકાલ કરવા સુચના અપાઇ હતી.

આ બેઠકમાં ધારાસભ્યા નૌશાદભાઈ સોલંકી અને ઋત્વીકભાઇ મકવાણાએ જિલ્લામાં પાલિકા વિસ્તારોમાં બીયુ પરમીશન વગર બાંધકામ કરી તેમાં રજીસ્ટ્રેશન વગર કામ કરી ભ્રષ્ટાચાર કરાતો હોવાનો અને જીઆઇડીસીમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટનો કોમર્સીયલ ઉપયોગ થતો હોવાની રજૂઆત કરી હતી.જ્યારે રેન્દ્રનગર જિલ્લામાં ICDS વિભાગની DLMRC અંતર્ગત બેઠક, ચોટીલા તાલુકામાં લેન્ડગ્રેબિંગની ફરિયાદની સ્થિતિ, સુરઈ ગામે ખાનગી કંપનીને જીપીસીબી દ્વારા આપેલ પરવાનગી સહિતની બાબતે વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા.

બંન્નેને સાંભળી કલેકટરે અધિકારીઓને પ્રશ્નોના સમયમર્યાદામાં નિકાલ કરવાની સુચના આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી પી.એન. મકવાણા, નિવાસી અધિક કલેકટર વી.એન. સરવૈયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ડી.એ. ભગલાણી, પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment