બેઠક:વહીવટી કામગીરીની ઝડપી અને પરિણામ સભર બનાવવા કલેક્ટર દ્વારા સૂચન કરાયું - Alviramir

બેઠક:વહીવટી કામગીરીની ઝડપી અને પરિણામ સભર બનાવવા કલેક્ટર દ્વારા સૂચન કરાયું

મોડાસા37 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • અરવલ્લી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી
  • કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઇ પટેલે વિકાસના કામો રજૂ કર્યા

મોડાસા કલેક્ટર કચેરીમાં કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. જેમાં ધારાસભ્ય જશુભાઇ પટેલ દ્વારા ખેડૂતોના પ્રશ્નો, વિદ્યાર્થીઓ માટે રેગ્યુલર બસ, પાલિકાના પ્રશ્નો, જળસંચય, જમીન સંપાદન,માર્ગ વિકાસ, વિજળી, શિક્ષણ, રેવન્યુને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા. જવાબદાર અધિકારીઓએ તેમના યોગ્ય જવાબ આપ્યા હતા. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ હતી. કલેક્ટર દ્વારા વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા સૂચન કરાયા હતા.

સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં વિકાસલક્ષી યોજનાઓ જેવી કે આદર્શ ગ્રામ યોજના,અન્ય યોજનાઓને લઇને ચર્ચા કરાઇ હતી. જિલ્લાના વિકાસને લઇને પણ બેઠકમાં ચર્ચા વિચારણા કરાઇ હતી.15 મી ઓગસ્ટ રાજ્યકક્ષાના કાર્યક્રમને લઈને કરાયેલ આવેલી કામગીરીની સમીક્ષા કરાઇ હતી.બેઠકમાં હર ઘર તિરંગાકાર્યક્રમની ચર્ચા કરાઇ હતી. તદુપરાંત આગામી સમયમાં જિલ્લામાં યોજાનારા વનમહોત્સવની ચર્ચા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment