બેદરકારી:પાટણ જિલ્લાના આરોગ્ય કર્મીઓ પગારથી વંચિત - Alviramir

બેદરકારી:પાટણ જિલ્લાના આરોગ્ય કર્મીઓ પગારથી વંચિત

પાટણ6 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 4 CHCમાં કાયમી કર્મીઓને 2 માસ અને આઉટસોસિંગના કર્મીઓને 4 માસથી પગાર જ ચૂકવાયો નથી

પાટણ જીલ્લાના ચાર સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા રેગ્યુલર કર્મચારીઓ અને આઉટસોસિંગ સ્ટાફને ચાર મહિનાથી પગાર નહિ મળતા આરોગ્યની સેવાઓ ફરજ બજાવતા કર્મચારીઓ વિમાસણમાં મુકાયા છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા રેગ્યુલર કર્મચારીઓને બે માસનો જ્યારે આઉટસોસિંગના કર્મચારીઓને ચાર માસનો પગાર હજુ સુધી મળવા પામ્યો નથી.

પાટણ જીલ્લાના મુખ્ય સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેમાં સમી, શંખેશ્વર, વારાહી અને સાંતલપુર સરકારી હોસ્પિટલનું મુખ્ય બ્લોક સેન્ટર રાધનપુર ફાળવેલ હતું પરંતુ રાધનપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર મીની સિવિલમાં તબદીલ થઈ જતા 4 સામૂહિક આરોગ્ય કેન્દ્રનું સેન્ટર સમી ફાળવવામાં આવ્યું હતું અને પગાર સહિતની તમામ નાણાકીય કામગીરી એપ્રિલ માસથી સમી કેન્દ્રમાં સોંપવામાં આવી હતી.

જો કે,સમી કેન્દ્રમાં કાર્ડિક્ષ નંબર સહિતની કામગીરી નહિ હોવાને કારણે ટેમ્પરરી અને કામચલાઉ કામગીરી પાટણ જિલ્લા ચાણસ્મા સેન્ટરમાં સોંપવામાં આવી હતી. પરંતુ ચાણસ્મા સેન્ટર પરથી પણ કામગીરી હજુ સુધી પૂર્ણ કરવામાં નહિ આવતા આરોગ્ય કર્મચારીઓ પગારથી વંચિત રહેવા પામ્યા છે.

પાટણ જિલ્લાના રેગ્યુલર ફરજ બજાવતા ડોકટર, નર્સિંગ તેમજ ક્લાર્ક સહિતના કર્મચારીઓનો ચાર માસનો પગાર મળવા પામેલ ન હતો ત્યારે રેગ્યુલર કર્મચારીઓને બે મહીનાનો પગાર ચુકવવામાં આવ્યો છે જ્યારે માર્ચ અને જૂન માસનો પગાર હજુ સુધી ચુકવવામાં આવ્યો નથી.

જ્યારે કે તમામ ચાર હોસ્પિટલમાં ફરજ બજાવતા આઉટઓસિંગના લેબ ટેક, ચોકીદાર, સ્વીપર, વોર્ડ બોય, ડ્રાયવર, આયા સહિતના વિભાગમાં આરોગ્યની સેવા આપતા કર્મચારીઓ ચાર માસથી પગાર નહિ થતા આરોગ્ય કર્મીઓ અવઢવમાં મુકાયા છે અને માત્ર પ્રોસિજરને કારણે કર્મચારીઓને પગાર નહિ ચૂકવાતા આરોગ્ય કર્મચારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment