બેનર લગાવતા વિવાદ:સુરતના અઠવાલાઇન્સમાં ભાજપના રાષ્ટ્રવાદ વિરુદ્ધ પ્રશ્નાર્થ ઉઠાવતા બેનરો લગાવાયા - Alviramir

બેનર લગાવતા વિવાદ:સુરતના અઠવાલાઇન્સમાં ભાજપના રાષ્ટ્રવાદ વિરુદ્ધ પ્રશ્નાર્થ ઉઠાવતા બેનરો લગાવાયા

સુરત11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બેનર લાગતા વાહનચાલકોમાં કુતૂહલ સર્જાયું હતું.

  • શહેર યુવા કોંગ્રેસ ઉપપ્રમુખના નામે બેનર લગાવતા વિવાદ

સુરતના અઠવાલાઇન્સ ખાતે આજે સુરત શહેર યુવક કોંગ્રેસના નામે લગાવવામાં આવેલા બેનરોના પગલે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. અઠવાલાયન્સ ખાતે સુરત શહેર યુવા પ્રમુખના નામે લગાવવામાં આવેલા બેનરોમાં ભાજપના રાષ્ટ્રવાદ પર શંકા ઉભી કરી સવાલો ઉભા કરવામાં આવ્યાં હતાં. સાથે જ આતંકવાદીઓ સાથે ધરોબો હોવાનો કટાક્ષ પણ બેનરમાં કરવામાં આવ્યો હતો.

ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં બેનર
રાત દિવસ ટ્રાફિકથી ધમધમતા શહેરના અઠવાલાઇન્સ ઓવર બ્રિજ નીચે આજે સવારે લગાવવામાં આવેલા બેનર ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યા હતા. સુરત શહેર યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ કોન્ટ્રાક્ટરના નામે લગાવવામાં આવ્યા હતા. યુવા કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા બેનરોમાં નેતાઓના આતંકવાદીઓ સાથે સંબંધ હોવાની પણ આશંકા વ્યક્ત કરવા સાથે રાષ્ટ્રવાદ પર શંકાની સોઈ તાકવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment