બે અકસ્માતમાં બેના મોત:રાજુલાના ખેરા ગામે ટ્રકે બાઇકને અડફેટે લેતા યુવકનું મોત, લાઠીના દહીંથરા ગામે બાઇક સ્લીપ થતાં એકનું મોત - Alviramir

બે અકસ્માતમાં બેના મોત:રાજુલાના ખેરા ગામે ટ્રકે બાઇકને અડફેટે લેતા યુવકનું મોત, લાઠીના દહીંથરા ગામે બાઇક સ્લીપ થતાં એકનું મોત

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • A Youth Died When A Truck Hit His Bike In Khera Village Of Rajula, One Died After The Bike Slipped In Dahinthara Village Of Lathi.

અમરેલીએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટના સ્થળ પરથી નાસી છૂટ્યો

અમરેલી જિલ્લામા અકસ્માતની નાના મોટી ઘટના સતત સામે આવી રહી છે. ત્યારે રાજુલા તાલુકાના ખેરા ગામ નજીક ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બાઈક ચાલકને ગંભીર પ્રકારની ઈજાઓ થતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટના સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ બનાવને પગલે પોલીસમાં જાણ થતા તપાસ શરુ કરવામાં આવી છે. જ્યારે લાઠીના દહીંથરા ગામની સીમમાં બાઈક સ્લીપ થતા એક વ્યક્તિનું મોત થયું છે.

ટ્રકે બાઇકને અડફેટે લીધું
મહુવાના રહેવાસી ધરમશીભાઈ ભુપતભાઇ ગુજારીયા તેમનું બાઇક લઈને ચાંચબંદરથી મહુવા પરત જતા હતા. તે દરમિયાન ખેરા નજીક ટ્રકના ડ્રાઇવરે પુરઝડપે ટ્રક ચલાવી અને ધરમશીભાઈને અડફેટે લઈને અને બાઇકને જોરદાર ટક્કર મારતા તેમને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક પીપાવાવ મરીન પોલીસને જાણ કરી હતી. જોકે, આ બનાવમાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં અકસ્માત સર્જી ટ્રક ચાલાક નાસી છૂટ્યો હતો. તેને ઝડપી પાડવા પોલીસ તપાસ શરૂ કરાઇ છે. આ બનાવ અંગે મૃતકના કુટંબીભાઈ રવજીભાઈ ધીરુભાઈ ગુજરીયાએ પીપાવાવ મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

બાઈક સ્લીપ થતા એકનું મોત
લાઠી તાલુકાના દહીંથરા ગામના સીમ વિસ્તારમાં અચાનકજ બાઈક સ્લીપ થઇ જવાને કારણે એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો હતો. મળતી માહિતી પ્રમાણે લાઠી તાલુકાના દહીંથરા ગામની સીમમાં ધનાભાઇ મથુરભાઈ નાયક નામના દામનગર શહેરના વ્યક્તિનું બાઇક સ્લીપ થઇ જવાને કારણે તેમને માથા તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા થવાને કારણે આસપાસના લોકો દ્વારા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ ગત તારીખ 18 જૂલાઈના રોજ બની હતી. જેના પગલે ઉદયભાઈ નારસીંગભાઈ બારડ રહે.તાજપર દ્વારા દામનગર પોલીસમાં જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment