ભરબજારે આખલા બાખડ્યા:પાટણના જલારામ ચોકમાં બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું, એક બેભાન થઈને ઢળી પડ્યો - Alviramir

ભરબજારે આખલા બાખડ્યા:પાટણના જલારામ ચોકમાં બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું, એક બેભાન થઈને ઢળી પડ્યો

પાટણ2 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • આખલા બાખડતા રાહદારીઓમાં અફરાતફરી મચી

પાટણ શહેરના જલારામ મંદિર ચોકમાં બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું હતું. ત્યારે રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં અફરા તફરી મચી હતી. આ આખલાના દંગલ યુદ્ધમાં એક આખલાને ઈજા થતાં બેભાન થઈ ઢળી પડ્યો હતો.

વેપારીઓના જીવ અદ્ધર થઈ ગયા
પાટણ શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. નગરપાલિકા તંત્ર પણ આ તમાસો જોઈ રહી છે. ત્યારે પાટણ જલારામ મંદિર ચોક વિસ્તાર ખાતે આજે બે આખલા વચ્ચે દંગલ યુદ્ધ જામ્યું હતું. રાહદારીઓના તથા આજુબાજુના વેપારીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા.

તંત્ર દ્વારા રખડતા ઢોરોનું નિવારણ લાવવા માંગ
પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ક્યારેક કોઈનો જીવ ગુમાવવાનો વારો આવશે. ત્યારે તેની જવાબદારી કોની રહેશે? આપણે પાટણમાં ઘણા એવા કિસ્સા જોયા છે કે, આ રખડતા ઢોરોએ ઘણાના જીવ પણ લીધા છે. તો તંત્ર દ્વારા આનું યોગ્ય નિરાકરણ આવે તેવું પાટણની જનતા ઈચ્છી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment