વડોદરા8 કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
- ભાજપે રસ્તે જતા લોકોને સભ્ય બનાવવાનું શરૂ કર્યું
- મકરંદ દેસાઈ રોડ પર યુવકનો ફોન લઇ સભ્ય બનાવવા જતા ના પાડી
ભાજપના સદસ્યતા અભિયાનમાં લોકોને જોડવા નેતાઓ, કાઉન્સિલર અને વોર્ડના હોદ્દેદારોને જવાબદારી સોંપાઈ છે. જેમાં જબરજસ્તી સભ્ય બનાવવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે.વોર્ડ 10માં મકરંદ દેસાઈ રોડ મહિલા કાઉન્સિલરે લારી પર નાસ્તો કરતા વ્યક્તિનો મોબાઈલ લઈ ભાજપનો સભ્ય બનાવવાનો પ્રયાસ કરતાં મહિલા કોર્પોરેટર અને વ્યક્તિ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં કાઉન્સિલરે ચપ્પલ બતાવતાં મામલો બીચક્યો હતો. ભાજપ દ્વારા મિસ કોલ કરી સભ્ય બનાવવાની ઝુંબેશ ચલાવાઈ રહી છે. વોર્ડ 10માં મહિલા કાઉન્સિલર મકરંદ દેસાઈ રોડ પર ગયાં હતાં.
ઉશ્કેરાયેલાં મહિલા કાઉન્સિલરે બોલાચાલી કરી ચપ્પલ કઢ્યું
જ્યાં લારીધારકોને ભાજપના સભ્ય બનાવવા તેમના ફોનથી મિસ કોલ કરી ફોર્મ ભરવાની કામગીરી કરતાં હતાં. આ સમયે લારી પર આવેલા એક વ્યક્તિનો મોબાઈલ લઈ સભ્ય બનાવવાનો પ્રયાસ કરતાં વ્યક્તિ અને મહિલા કાઉન્સિલર વચ્ચે તું તું મૈં મૈં થઈ હતી. જેમાં વ્યક્તિએ મહિલા કાઉન્સિલરને રોકડું પરખાવ્યું કે, અમારે કોઈ ભાજપના સભ્ય બનવાની જરૂર નથી. જેથી ઉશ્કેરાયેલાં મહિલા કાઉન્સિલરે બોલાચાલી કરી ચપ્પલ કાઢતાં વાત ચર્ચાના એરણે ચઢી હતી.