ભાજપમાં ભડકો:મેઘરજના ભૂતિયા ગામે ભાજપના 70 કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ પહેર્યો, વિકાસના કામો ના થતા હોવાનું આપ્યું કારણ - Alviramir

ભાજપમાં ભડકો:મેઘરજના ભૂતિયા ગામે ભાજપના 70 કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ પહેર્યો, વિકાસના કામો ના થતા હોવાનું આપ્યું કારણ

અરવલ્લી (મોડાસા)40 મિનિટ પહેલા

હાલ વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે રાજકીય પક્ષોમાં તોડ જોડની પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે મેઘરજ તાલુકાના ભૂતિયા ગામે ભાજપના કાર્યકરો ભાજપને અલવિદા કહી કોંગ્રેસમાં જોડાતા ભારે હડકમ્પ મચી જવા પામ્યો છે. હાલ છેલ્લી ત્રણ ટર્મથી આ વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્ય ચુંટાઈ આવે છે. ત્યારે ભાજપ માટે આ વિસ્તાર માટે કપરા ચડાણ છે. ખાસ ભૂતિયા વિસ્તારમાં જનતાના કામો થતા નથી. કોંગ્રેસમાં જોડાયેલ કાર્યકરો ભાજપમાં હોવા છતાં પાકા રસ્તાની સુવિધા મળતી નથી. અનેક વખત રજુઆત કરી છે છતાં કોઈ કામ થતા નથી, પરિણામે આજે મેઘરજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ માનસિંહની ઉપસ્થિતિમાં ભાજપના 70 કાર્યકરો કોંગ્રેસ માં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment