ભાજપ નેતાના અફેરનો પર્દાફાશ:ગાંધીનગર જિલ્લા પંચાયતના નેતાએ મહિલાને લગ્નની લાલચ આપી સાત વર્ષ સુધી શોષણ કરીને રઝળતી મૂકી દીધી - Alviramir

ભાજપ નેતાના અફેરનો પર્દાફાશ:ગાંધીનગર જિલ્લા પંચાયતના નેતાએ મહિલાને લગ્નની લાલચ આપી સાત વર્ષ સુધી શોષણ કરીને રઝળતી મૂકી દીધી

કલોલ2 કલાક પહેલા

  • દિનેશ ઠાકોર પર લેન્ડગ્રેબિંગ જેવા ગુના હેઠળ અરજીઓ કરવામાં આવી હતી
  • મહિલાને 2021માં છૂટાછેટા અપાવી કલોલ ખાનગી ફ્લેટમાં રહેવા લઈ ગયો હતો

કલોલની એક મહિલા જેના લગ્ન 2008માં રીતિ રિવાજ મુજબ થયેલા અને સંતાનોમાં બે દીકરીઓ પણ હતી. મહિલા બોરીસણા ગામના દિનેશજી આતાજી ઠાકોરના સંપર્કમાં છેલ્લા સાતેક વર્ષથી હતી અને દિનેશ ઠાકોરના પ્રેમમાં પડી હતી. તો દિનેશ ઠાકોરે મહિલાને વિશ્વાસમાં લઈને કહેલું કે, તું તારા પતિને છૂટાછેડા આપી દે અને હું મારા પત્ની સાથે પણ છૂટાછેડા લઈ લઉં અને હું તારી સાથે લગ્ન કરીશ. આપણે બંને જણા અલગ રહેવા જતા રહીશું આવું અવાર નવાર કહેતા.

દિનેશ દારૂ પીને આવતો, તેણે મારઝૂડ કરી ઘરમાં તોડફોડ કરી હતી

દિનેશ દારૂ પીને આવતો, તેણે મારઝૂડ કરી ઘરમાં તોડફોડ કરી હતી

ખાનગી ફ્લેટમાં રહેવાનું કહી કલોલ લઈ આવ્યો
છેલ્લા સાત વર્ષથી મહિલા અને દિનેશ ઠાકોર પ્રેમ સંબંધમાં બંધાયેલા હોવાથી અવારનવાર મળતા હતા. એ સંબંધોની મહિલાના પતિને જાણ થતાં મહિલાનો ઘર સંસાર ભાગી પડ્યો અને સંતાનોમાં બે દીકરીઓ જન્મેલી, જે મહિલાના પતિએ પોતાની પાસે રાખી અને મહિલાને પિયર જવાનું કહી દીધું હતું. તે સમયે દિનેશ ઠાકોરે વકીલ મારફતે કાગળો કરાવી મહિલાને ગાંધીનગર નારીગૃહ ખાતે મોકલી આપી હતી. નારીગૃહમાં મહિલા રહેતી હતી તે સમય દરમિયાન દિનેશે વિશ્વાસમાં લઈને મહિલાના પતિ સાથે 2021માં છૂટાછેડા પણ કરાવી દીધા હતા. છૂટાછેડા બાદ દિનેશ ઠાકોર મહિલાને નારીગૃહમાંથી કલોલ ખાતે ખાનગી ફ્લેટમાં રહેવાનું કહી કલોલ લઈ આવ્યો હતો.

ભાજપ નેતાએ સતત સાત વર્ષ સુધી પરિણીતાનું શોષણ કર્યુ

ભાજપ નેતાએ સતત સાત વર્ષ સુધી પરિણીતાનું શોષણ કર્યુ

ઉશ્કેરાઈને દિનેશે મહિલાને ઢોરમાર માર્યો
કલોલ ખાતે આવેલા ફ્લેટમાં છેલ્લા બે મહિનાથી દિનેશ ઠાકોર અવરજવર કરતા હતા. તે સમય દરમિયાન મહિલાએ ગત તારીખ 7 જુલાઈ, 2022ના રોજ સવારે આશરે 1:00 વાગે દિનેશને તેમની પત્ની સાથે છુટાછેડા લેવા બાબતની વાત કરતા દિનેશ મહિલા ઉપર ઉશ્કેરાઈ ગયો હતો. તેમજ જેમ ફાવે તેમ બિભત્સ ગાળો બોલી મહિલા સાથે મારામારી કરી તેમ જ પેટના ભાગે ગડદાપાટુનો માર મારી, જો તું આ બનાવની કોઈને જાણ કરીશ કે બીજા કોઈ જોડે જઈશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ઘરેથી નીકળી ગયો હતો.

મહિલાએ નેતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
ત્યારબાદ ગત તારીખ 15 જુલાઈ, 2022ના રોજ મહિલા પેટના ભાગે માર મારેલો હોવાથી સારવાર અર્થે કલોલ ખાનગી હોસ્પિટલમાં ગઈ હતી. સારવાર કરાવ્યા બાદ રજા મળતાં મહિલા ઘરે પાછી જતી રહી હતી. ત્યારબાદ તેણીએ દિનેશ ઠાકોર વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા કલોલ પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મહિલાએ કલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી FIR અક્ષરશ:
મારા લગ્ન સને-૨૦૦૮માં અમારા સમાજની રિતિ-રીવાજ મુજબ થયેલા અને લગ્ન બાદ મારે સંતાનમાં બે દિકરીઓ છે. હું આજથી સાતેક વર્ષ પહેલા અમારા ગામમાં રહેતા દિનેશજી આતાજી ઠાકોરના સંપર્કમાં આવેલી હતી અને અમે પ્રેમમાં પડેલા અને મને કહેલ કે તે તારા પતિ પાસેથી છૂટાછેડા લઇ લે, હું મારી પત્ની સાથેના સંબંધ છોડી છુટાછેડા લઇ લઇશ અને હું તારી સાથે લગ્ન કરીશ. આપણે બંન્ને જણાઓ અહીથી બીજે જુદા રહેવા જતા રહી શું તેવું કહી મને વિશ્વાસ આપેલ જેથી અમો બંન્ને અવાર-નવાર એકલા મળતા હતા.

મને દિનેશજી આતાજી ઠાકોરે વકીલ મારફતે કાગળો કરાવી ગાંધીનગર નારીગૃહ માં મોકલી આપેલ. હું નારીગૃહમાં રહેતી હતી. અમોને દિનેશજી ઠાકોરે વિશ્વાસ આપેલ હોઇ જે વિશ્વાસના આધારે અ મોએ અમારા પતિ સાથે માહે-૧૨/૨૦૨૧ માં છુટાછેડા લઇ લીધેલ. બાદ તા.૨૭/૧૨/૨૦૨૧ ના રોજ દિનેશજી ઠાકોર ગાંધીનગર નારીગૃહ ખાતેથી મને તેઓની સાથે લઇ કલોલ ખાતે લાવેલા અને કલોલ ખાતે ફ્લેટે ૨હેવાનું કહેતા હું ત્યાં એકલી રહેતી હતી અને આશરે બે માસ પહેલા તેઓ કલોલ મુકામે આવતા-જતા હતા.

ગઇ તા.૦૩/ ૦૭/૨૦૨૨ ના રોજ સવારના આશરે નવેક વાગે દિનેશજી આવેલા તે વખતે મેં તેઓને તેમની પત્ની સાથે છુટાછેડા લેવા બાબતેની વાત કહેતા એકદમ મારા ઉપર ઉશ્કેરાઇ ગયેલા અને મને જેમફાવ તેમ બિભસ્ત ગાળો બોલી મારી સાથે જપા જેપી કરી મને શરીરે તેમજ પેટના ભાગે ગડદાપાટુનો માર મારી કહેલ કે જો તુ કોઇને આ બનાવની જાણ કરીશ કે બીજા કોઈ જોડે જઇશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી તેઓ ઘરેથી નિકળી ગયેલ, બાદ તા.૧૫/૦૭/૨૦૨૨ ના રોજ મને પેટના ભાગે દુ:ખાવો થતો હોઇ હું કલોલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયેલી અને ત્યાં સારવાર કરી મને રજા આપી દેતા હું મારા ઘરે જતી રહેલ, જેથી મેં દિનેશજી તાજી ઠાકોર તા.૦૭/૦૭/૨૦૨૨ ના રોજ સવારના નવેક વાગે મારા ઘરે તેમના છૂટાછેડા બાબતેની વાત કહેતા એકદમ મારા ઉપર ઉશ્કેરાઇ જઇ જેમફાળે તેમ ગાળો બોલી, જપાજપી કરી મને શરીરે તેમજ પેટના ભાગે ગડદાપાટુનો માર મારી ઇજા કરી કહેલ કે જો તુ કોઇને આ બનાવની જાણ કરીશ કે બીજા કોઇ જોડે જઇશ તો તને જાનથી મારી નાખેશ તેવી ધમકી આપેલ હોઇ આજરોજ હું સામાજિક કાર્યકર્તા સાથે ફરીયાદ કરવા આવેલ છું જેથી મારી દિનેશજી ઠાકોર વિરૂધ્ધમાં કાયદેસર થવા ફરીયાદ છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment