ભાજપ નેતાનો પાવર:ઓવરટેક જેવી નજીવી બાબતે મહિલા કોર્પોરેટરનો ગુસ્સો, ગાળ બોલવા મુદ્દે ટોળાંએ રિક્ષાચાલકને ધોઈ નાખ્યો - Alviramir

ભાજપ નેતાનો પાવર:ઓવરટેક જેવી નજીવી બાબતે મહિલા કોર્પોરેટરનો ગુસ્સો, ગાળ બોલવા મુદ્દે ટોળાંએ રિક્ષાચાલકને ધોઈ નાખ્યો

અમદાવાદ4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદના લાંભા વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર ચાંદની પટેલ સાથે વાહન ઓવરટેક કરવા મુદ્દે રિક્ષાચાલક સાથે ઝઘડો થયો હતો. રિક્ષાચાલકે બાદમાં તેમને માર માર્યો હતો. ઘટનામાં રિક્ષાચાલકને ટોળાંએ માર માર્યાના વીડિયો વાઈરલ થયા છે. ત્યારે મહિલા કોર્પોરેટેર પોલીસ ફરિયાદ કરવાના હતા. જો કે રિક્ષાચાલકે ચાંદની પટેલની માફી માગી લીધી છે. છતાં ચાંદની પટેલ એકના બે થવા તૈયાર નથી અને રિક્ષાચાલક સામે કાર્યવાહી કરવા માટે અડગ છે.

સમગ્ર મામલો શું છે?

અમદાવાદના લાંભા વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર ચાંદની પટેલ એક્ટિવા પર વોર્ડમાં રાઉન્ડમાં નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં એક રિક્ષાચાલક દ્વારા રિક્ષાને તેમના વાહનની આગળ લાવી અને ઓવરટેક કરી નજીક વાહન ચલાવ્યું હતું. જેના કારણે ચાંદની પટેલે તેને સાઈડમાં વાહન ચલાવવાનું કહેતા રિક્ષાચાલકે ગાડી રોકી અપશબ્દો બોલ્યા હતા. જેથી ચાંદની પટેલે તેને રોકીને ઝઘડો કર્યો હતો. તેમના પતિ તેજસ પટેલને પણ જાણ કરતા તે ત્યાં આવી પહોંચ્યા હતા. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા રોડ ઉપર ભેગા થઇ ગયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકો રિક્ષાચાલકને માર મારી રહ્યા છે. હાલમાં આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

રિક્ષાચાલકે માફી માગી લીધી

સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ રિક્ષાચાલકને પોતાની ભૂલનું ભાન થયું હતું અને તેણે મહિલા કોર્પોરેટર અને તેના પતિની માફી માંગી લીધી હતી. રિક્ષાચાલકના પત્ની અને તેની પુત્રીએ પણ તેના પિતાથી આવી ભૂલ થઈ છે. જેથી તેને માફ કરી દેવા માટે વિનંતી કરી હતી. આ મામલે ચાંદની પટેલે ફરિયાદ નોંધાવવા અરજી તો પોલીસ સ્ટેશનમાં આપી છે.

માફી માગી લીધી છે છતાં કોર્પોરેટર કાર્યવાહી કરશે
લાંભા વોર્ડના મહિલા કોર્પોરેટર ચાંદની પટેલ અને તેના પતિ તેજસ પટેલ રિક્ષાચાલક સાથે બોલાચાલી ઝઘડા કરતા અને તેને કેટલાક લોકો માર મારતા વીડિયો સામે આવ્યા છે. દિવ્ય ભાસ્કરે ચાંદની પટેલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે બપોરે હું મારું એક્ટિવા લઇ અને રાઉન્ડમાં નીકળી હતી. ત્યારે રસ્તામાં એક રિક્ષાચાલક રિક્ષા લઇ અને પાછળ આવતો હતો અને ત્યારે ઓવરટેક કરી અને નજીકથી ચલાવી હતી. જેથી તેને સાઈડમાં ચલાવવાનું કહ્યું હતું. રિક્ષાચાલકે મને અપશબ્દો અને ગાળો બોલી હતી. જેથી મેં તેને આ રીતે વાત ન કરવા કહ્યું હતું અને ત્યારબાદ આ સમગ્ર ઘટના બની હતી. રિક્ષાચાલક દારૂ પીધેલી હાલતમાં છે અને હાલમાં હું નારોલ પોલીસ સ્ટેશનમાં તેની સામે કાર્યવાહી કરવા માટે પહોંચી છું. તેણે માફી તો માંગી લીધી છે પરંતુ અન્ય મહિલાઓ સાથે આ રીતે ભવિષ્યમાં કોઈ બનાવ ન બને તેના માટે હું કાર્યવાહી કરીશ.

રિક્ષાચાલક પર ટોળાએ હાથ સાફ કર્યા

રિક્ષાચાલક પર ટોળાએ હાથ સાફ કર્યા

લાકડીથી પણ રીક્ષાચાલકને માર મારતો દેખાયો
મહિલા કોર્પોરેટરના પતિ તેજસ પટેલ અને કેટલાક લોકો દ્વારા એક રિક્ષાચાલક સાથે ઝઘડો અને મારામારી કરતાં સામે આવેલા વીડિયોમાં રિક્ષાચાલકને એક વ્યક્તિ લાકડી વડે માર મારે છે અને તેજસ પટેલ પણ ઝઘડો કરી રહ્યા છે. રિક્ષાચાલકને માર મારવામાં આવતા ચાંદની પટેલ દ્વારા તેમને રોકવામાં પણ આવી રહ્યા છે. રિક્ષાચાલક સાથે ઝઘડો કરતા કેટલાક લોકો તેજસ પટેલ અને ચાંદની પટેલને રોકી પણ રહ્યા છે. આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદની કાર્યવાહી માટે ચાંદની પટેલ પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક અને તેના પરિવાર દ્વારા મહિલા કોર્પોરેટરની માંગવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment