ભારે ખળભળાટ:દેવભૂમિના ચંદ્રાવાડામાં વિધવા મહિલાની હત્યા નિપજાવી અંતિમ સંસ્કાર કરી નાખ્યા - Alviramir

ભારે ખળભળાટ:દેવભૂમિના ચંદ્રાવાડામાં વિધવા મહિલાની હત્યા નિપજાવી અંતિમ સંસ્કાર કરી નાખ્યા

ખંભાળિયા22 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • હાર્ટએટેકથી મૃત્યુ થયું હોવાનું જણાવાયું’તું, હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ
  • હત્યા-​​​​​​​પુરાવા નાશનો 5 શકદાર સામે ગુનો નોંધાયો: કાકા, મોટાબાપુ અને મામા સામે શંકાની સોય તકાઈ

કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે રહેતા એક મહિલાનું મૃત્યુ નિપજ્યા બાદ પરિવારજનો દ્વારા ચંદ્રાવાડા ગામને બદલે પોરબંદર ખાતે ઝડપભેર અંતિમ વિધિ કરી નાખતા મૃતકના પુત્રીએ તેની માતાનું કુદરતી મૃત્યુ નહિ, હત્યાની આશંકા વ્યકત કરતી ફરીયાદ નોંધાવી છે જે ફરીયાદમાં શકદાર તરીકે મોટા બાપુ,કાકા અને મામાના નામ પોલીસમાં જાહેર કરવામાં આવ્યા છે. જાણવા મળતી વિગત અનુસાર કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે રહેતા સુમરીબેન સાતમભાઈ મોઢવાડીયા નામની મહિલાનું ગત તા.20ના સવારે મૃત્યુ પામ્યા હતા. આ બનાવ સંદર્ભે મૃતકના પુત્રી ભૂમિબેનના પરબતભાઈ ઉર્ફે પાર્થ મુરૂભાઈ ગોરાણીયા પોરબંદરના ખાપટ ગામે રહેતા હોય ત્યાં તેઓને પરિવારજનો દ્વારા જાણ કરવામાં આવી હતી અને પરિજનો દ્વારા સુમરીબેન મોઢવાડીયાનું અવસાન હૃદય રોગના હુમલાને કારણે થયાનું જણાવી મૃતકના પુત્રી ભૂમિબેનને મૃતકનુ આખું શરીર જોવા દેવામાં ન આવ્યું હતું. તેમજ માથાના ભાગે લોહી હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. તેમજ અંતિમ સંસ્કાર ચંદ્રાવાડા ગામને બદલે ઝડપભેર પોરબંદરમાં અંતિમવિધિ કરી દેવામાં આવી હતી. જયારે મરણજનારનું પથારીનું ગાદલું ગોદળા વગેરે સગેવગે કર્યાનું પણ તેઓને ધ્યાનમાં આવ્યું હતું. આમ મૃતકના પુત્રીને પરિવારજનો દ્વારા મરણ જનાર તેમની માતા સુમરીબેનને પરિવારજનો દ્વારા હૃદય રોગમાં ખપાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યાની શંકા થતા તેઓ દ્વારા કલ્યાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા કલ્યાણપુર પોલીસે આ હત્યાના બનાવમાં શકદાર તરીકે ફરિયાદી ભૂમિબેનના મોટા બાપુ કાના નાગાભાઈ મોઢવાડીયા (રે.ચંદ્રાવાડા), કાકા બાલુ નાગાભાઈ મોઢવાડીયા, મામા અરજણ જીવણભાઈ ગોરાણીયા, અરશી જીવણ ગોરાણીયા અને રામદે જીવણ ગોરાણીયા (રે.ગોરાણા)ને શકદાર ગણી હત્યા અને પુરાવા નાશ અંગે ગુનો નોંધ્યો છે.આ સમગ્ર પ્રકરણની વધુ તપાસ કલ્યાણપુર પીએસઆઈ એફ.બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે. વધુ જાણવા મળતી વિગત મુજબ ફરિયાદી ભૂમિબેનના લગ્ન દોઢેક વર્ષ પહેલાં પોરબંદરના ખાપટ ખાતે થયા હતા.અને આશરે દોઢ બે વર્ષ પહેલાં તેમના પિતા સામતભાઈ મોઢવાડીયાનું મૃત્યુ નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment