ભારે વરસાદની આગાહી:બનાસકાંઠા જિલ્લામાં આગાહી વચ્ચે વરસાદ શરૂ, ઈકબાલગઢમાં હાઈવે પર ઢીંચણસમાં પાણી ભરાયા - Alviramir

ભારે વરસાદની આગાહી:બનાસકાંઠા જિલ્લામાં આગાહી વચ્ચે વરસાદ શરૂ, ઈકબાલગઢમાં હાઈવે પર ઢીંચણસમાં પાણી ભરાયા

બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

  • ઉત્તર ગુજરાતમાં ત્રણ કલાક સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
  • વહેલી સવારથી જ જિલ્લાના અનેક વિસ્તારમાં ઝરમર-ઝરમર વરસાદ શરૂ

બનાસકાંઠા જિલ્લામાં ત્રણ કલાક સુધી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ જિલ્લામાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા અનેક પંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં વરસાદની અછત વચ્ચે ઝરમર ઝરમર વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ચોમાસુ સીઝનમાં હજુ માત્ર 33.98 ટકા જ વરસાદ થયો છે.

વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન
જિલ્લામાં વહેલી સવારથી પડેલા વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેમાં અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં નેશનલ હાઈવે પરથી મેન માર્કેટમાં જવાના રસ્તા ઉપર વહેલી સવારથી વરસી રહેલા વરસાદના કારણે ઢીંચણસમાં પાણી ભરાયા હતા. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, નહિવત વરસાદમાં પણ પાણી ભરાઈ જતા લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. અહિંથી પાણીની નિકાલ કરવામાં આવે તેવી લોકોએ માગ કરી છે.

જિલ્લામાં સિઝનનો માત્ર 33.98 ટકા વરસાદ
ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ત્રણ કલાક સુધી ભારે વરસાદની અગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી માત્ર 33.98 ટકા જ વરસાદ થયો છે. ઓછો વરસાદ થતા હજુ સુધી જિલ્લાના મોટાભાગના જળાશયો ખાલીખમ જોવા મળી રહ્યા છે. ત્યારે સારો વરસાદ પડે અને જળાશયો ભરાઇ તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે. બીજી બાજુ ભારે વરસાદની આગાહીના પગલે વહીવટીતંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment