ભારે વરસાદની સારી અસર:નર્મદાના જે ડેમો સિઝનના અંતે ભરાતા હતા તે પ્રથમ વરસાદમાં જ છલોછલ થયા, કાકડીઆંબા ડેમની સપાટી 187.50 મીટરે - Alviramir

ભારે વરસાદની સારી અસર:નર્મદાના જે ડેમો સિઝનના અંતે ભરાતા હતા તે પ્રથમ વરસાદમાં જ છલોછલ થયા, કાકડીઆંબા ડેમની સપાટી 187.50 મીટરે

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • The Narmada Dams, Which Were Filling Up At The End Of The Season, Burst In The First Rains, The Kakdiamba Dam Level At 187.50 M.

નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • સાગબારા તાલુકાનો નાના કાકડીઆંબા ડેમ પણ ઓવરફ્લો થયો
  • ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા 8.85 ક્યુબિક મિલીયન મીટર પાણીના જથ્થાનો સંગ્રહ
  • 15 ગામોને ખરીફ-રવિ-ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે

નર્મદા જિલ્લામાં રેકોર્ડબ્રેક ભારે વરસાદની અસરે વિનાશ વ્હોર્યો છે. જ્યારે સિક્કાની બીજી બાજુ જોતાં તેની સારી અસર પણ જોવા મળી રહી છે. જિલ્લાનો બિન પિયત વિસ્તાર એવા ડેડીયાપાડા સાગબારાના બંને ડેમો જે ચોમાસાની સિઝન પૂરી થતાં ભરાતા હતા, તે સિઝનની શરૂઆતના સપ્તાહમાં જ ઓવરફ્લો થઈ ગયા છે. એટલું જ નહિ છેલ્લા ત્રણ ચાર દિવસથી આ ડેમ ઓવરફ્લો થઇ રહ્યા છે. જે ડેડીયાપાડા અને સાગબારાના ખેડૂતો માટે ખૂબ મદદરૂપ થશે.

ડેમ 79 સેમીથી ઓવરફ્લો થઈ રહ્યો છે
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામ પાસે આવેલ કાકડીઆંબા ડેમ હાલ ઓવરફ્લો થયેલો છે. હાલ ડેમની સપાટી 187.50 મીટરે છે. એટલે નાના કાકડીઆંબા ડેમ છલકાઈ રહ્યો છે અને 79 સેમીથી ઓવરફ્લો થઇ રહ્યો છે. 150 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે ત્યારે આ ખુશીને વધાવા અને ડેમની સુરક્ષા અને જેની લોકો પર થનારી અસરનો અહેવાલ મેળવવા નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ કાકડીઆંબા ડેમની મુલાકાત લીધી હતી. નાયબ કાર્યપાલક ઇજનેર દિવ્યકાંત વસાવાએ જરૂરી જાણકારી આપી હતી, જેમની સાથે કરજણ ડેમના ઈન્ચાર્જ કાર્યપાલક ઇજનેર અંકિત ઠક્કર અને દેડીયાપાડાના પ્રાંત અધિકારી આનંદ ઉકાણી પણ જોડાયા હતા.

15 જેટલા ગામોને સિંચાઇના પાણીનો લાભ મળશે
સાગબારાના નાના કાકડીઆંબા ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ડેમમાં 8.85 ક્યુબિક મિલીયન મીટર પાણીના જથ્થાનો સંગ્રહ થયેલો છે. જેના લીધે કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના નાના ડોરઆંબા, ખુવડાવાડી, સીમઆમલી, રોઝદેવ, ભવરીસવર, ડકવાડા, કેલ, પાટી, પાટ, ટાવેલ, પાંચપીપરી, ધોડમુગ, રછવાડા, નાના કાકડીઆંબા અને રણબુડા સહિત કુલ 15 જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment