ભારે વરસાદને પગલે વિદ્યાર્થીઓ પરેશાન:સંખેડામાં રાત્રીના પડેલા વરસાદને લીધે ગોલાવગામડી ચોકડી ઉપર પાણી ભરાયાં; લોકોને અવર-જવરમાં મુશ્કેલ બની - Alviramir

ભારે વરસાદને પગલે વિદ્યાર્થીઓ પરેશાન:સંખેડામાં રાત્રીના પડેલા વરસાદને લીધે ગોલાવગામડી ચોકડી ઉપર પાણી ભરાયાં; લોકોને અવર-જવરમાં મુશ્કેલ બની

છોટા ઉદેપુર33 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગત રાત્રીએ છોટા ઉદેપુર જીલ્લામાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યારે સંખેડાના ગોલા ગામડી ચોકડી ખાતે ઘૂટણસમા પાણી ભરાઇ જતાં લોકોને અવર જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેમાં બોડેલીમાં ચાર ઇંચ કરતાં વધુ તેમજ સંખેડામાં સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. આ ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી
સંખેડાના ગોલા ગામડી ખાતે વરસાદના પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદ બંધ થવા છતાં ગોલા ગામડી ચોકડી ઉપર પાણી ભરાઈ રહેતા રાહદારીઓ, શાળાના બાળકોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી છે. આ પાણી ભરાઈ જવાથી દરરોજ અવર-જવર કરવાવાળા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment