ભાવ વધારો:શાકભાજીમાં 30 થી 50 ટકા ભાવ વધારો - Alviramir

ભાવ વધારો:શાકભાજીમાં 30 થી 50 ટકા ભાવ વધારો

પોરબંદર34 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં વરસાદને પગલે શાકભાજીની આવક ઓછી થતા ભાવ વધ્યા

પોરબંદરમાં શાકભાજીમાં ભાવમાં 30 થી 50 ટકા ભાવમાં વધારો થયો છે. વરસાદને પગલે શાકભાજીની આવક ઓછી થતા ભાવ વધ્યા છે.પોરબંદરમાં શાકભાજીની આવક ઓછી થઈ છે. ચોમાસામા વરસાદી પાણી ભરાઈ જતા ખેતરો પાણીથી તરબોળ થયા છે. વરસાદી પાણી ભરાઈ જતા કેટલાક રોડ પણ બંધ કરવામાં આવ્યા છે.

અને શાકભાજીની આવક ઓછી થવાથી પોરબંદરમાં શાકભાજીના ભાવમાં પહેલાના ભાવ કરતા હાલ 30 થી 50 ટકાનો ભાવ વધારો જોવા મળે છે. જોકે ચોમાસા દરમ્યાન શાકભાજીની આવક ઓછી હોવાથી ભાવ વધારો આ સિઝન દરમ્યાન જોવા મળતો હોવાનું શાકભાજીના વેપારીઓએ જણાવ્યું હતું. ટામેટા, કારેલાના ભાવમા વધારો નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment