ભાસ્કર ઇમ્પેક્ટ:રવિન્દ્ર રંગમંચ ખાનગી ટ્રસ્ટને સોંપાયું - Alviramir

ભાસ્કર ઇમ્પેક્ટ:રવિન્દ્ર રંગમંચ ખાનગી ટ્રસ્ટને સોંપાયું

પોરબંદર19 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • આકર્ષક ઓડિટોરિયમ બનશે, પુનઃ નિર્માણ કાર્યનો શુભારંભ થશે

રવિન્દ્ર રંગમંચની બદતર હાલત બાબતે તાજેતરમાં દિવ્યભાસ્કર પોરબંદરમા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ રંગમંચના પુનઃ નિર્માણ માટે ખાનગી ટ્રસ્ટ દ્વારા પાલિકાના સહયોગથી આકર્ષક ઓડિટોરિયમ બનાવવામાં આવશે.

પોરબંદરના કમલાબાગ પાસે આવેલ રવિન્દ્ર રંગમંચ ભવ્ય ભૂતકાળ ધરાવે છે. આ રંગમંચમાં અનેક કલાકારો દ્વારા પોતાની કલા પાથરવામાં આવી હતી. રંગમંચ ખાતે અનેક કાર્યક્રમો નું આયોજન થતું હતું અને પોરબંદરની કલાપ્રેમી જનતા અહીં કાર્યક્રમોનો આનંદ માણતા હતા પરંતુ કેટલાક સમયથી આ રવિન્દ્ર રંગમંચ જર્જરિત બનતા કાર્યક્રમોનું આયોજન થતું ન હતું. મુખ્ય રંગમંચ ખાતે દીવાલોમાં તિરાડો પડેલ છે અને શૌચાલયો બિસ્માર તેમજ કલાકારો માટેના રૂમ પણ બિસ્માર બન્યા છે. રંગમંચના પટાંગણમાં ઝાડી ઝાખરા, પથ્થરો અને બ્લોક ફેલાયેલ છે.

આ અંગે દિવ્યભાસ્કર પોરબંદરમાં તા. 14 જુલાઈના અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા આ અહેવાલનો પડઘો પડ્યો છે. આ રવિન્દ્ર રંગમંચને નવા રૂપરંગ સાથે આધુનિક ઓડિટોરિયમનું નિર્માણ થશે. ખાનગી ટ્રસ્ટ દ્વારા પાલિકાના સહયોગથી કામગીરી થશે. રવિન્દ્ર રંગમંચની સુરશ્રી સાંસ્કૃતિક ચેરી. ટ્રસ્ટ અને સુરશ્રી કલચરલ ક્લબને રંગમંચના પુનઃ નિર્માણ અને સંચાલનની જવાબદારી સોંપવામાં આવી છે. રંગમંચના પુનઃ નિર્માણ કાર્યનો શુભારંભ આવતીકાલે તા. 20 જુલાઈને બુધવારે થવા જઈ રહ્યો છે. શુભારંભ શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે. આવનારા સમયમાં આ રંગમંચ નવા રૂપરંગ સાથે જોવા મળશે તેવું ટ્રસ્ટના પ્રમુખ કિરીટ રાજપરા અને અશ્વિનભાઈ ઠાકરે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment