ભાસ્કર ઈમ્પેક્ટ:પાલિકાએ મુખ્ય માર્ગો ઉપર ભરાયેલા પાણીનો નિકાલ કર્યો - Alviramir

ભાસ્કર ઈમ્પેક્ટ:પાલિકાએ મુખ્ય માર્ગો ઉપર ભરાયેલા પાણીનો નિકાલ કર્યો

વેરાવળએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • અવિરત વરસાદ થી ઠેર-ઠેર આ સ્થિતિ જોવા મળતા લોકોને મુશ્કેલી પડતી’તી

વેરાવળમાં છેલ્લા આઠેક દિવસથી ધીમીધારે વરસતા વરસાદના પગલે હરસિદ્ધિ સોસાયટી, શ્રીપાલ સોસાયટી, આઝાદ સોસાયટી, બિહારી નગર, જૈન દેરાસર રોડ, ગુલિસ્તાન સોસાયટી,એસ ટી રોડ, બકાલા માર્કેટ, વખારિયા બજાર સહિત મુખ્ય માર્ગો અને સોસાયટીમાં પાણીના જમાવડાંને પગલે દિવ્ય ભાસ્કર દ્વારા તા.12 ના રોજ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ તંત્ર હરકતમાં આવતા કે કે મોરી સ્કૂલ સામે નવા બનાવવામાં આવેલ બ્લોક પાસે પાણીના જમાવડાને કાઢવા વોકળા કાઢવામાં આવ્યા હતા.

જેથી પાણી રોડ પરથી ઓસરી શકે તેમજ નગરપાલીકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડીએ સેનીટેશન અને બાંધકામ શાખાના અધિકારીઓ સાથે વેરાવળ – સોમનાથના તમામ વિસ્તારની મુલાકાત લીધી હતી અને પાણીના જમાવડાને અટકાવવા જરૂરી પગલાં લીધા હતા.જેથી લોકોમાં રાહત પ્રસરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment