ભાસ્કર એક્સકલૂઝિવ:લમ્પી; સૌરાષ્ટ્ર-કચ્છમાં L.S.D.થી 144 પશુનાં મોત, 536 ગામડાંઓ અસરગ્રસ્ત! - Alviramir

ભાસ્કર એક્સકલૂઝિવ:લમ્પી; સૌરાષ્ટ્ર-કચ્છમાં L.S.D.થી 144 પશુનાં મોત, 536 ગામડાંઓ અસરગ્રસ્ત!

રાજકોટ2 કલાક પહેલા

  • કૉપી લિંક

ફાઈલ તસવીર

  • ગામડાંઓમાં દુધાળા પશુઓમાં ઝડપથી પ્રસરતા વાઇરસને પગલે માલધારીઓમાં ગભરાટ
  • જિલ્લાના 26 ગામડાંમાં 172 ગાયમાં લમ્પીનાં લક્ષણો, 25,850 પશુઓમાં વેક્સિનેશન

લમ્પી સ્કિન ડીસીઝ (એલ.એસ.ડી.) થી અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 144 પશુઓના સત્તાવાર મોત નીપજ્યા છે. હાલની સ્થિતિ મુજબ 536 ગામડાંઓ એવા છે કે, જ્યાં પશુઓમાં વધતા ઓછા પ્રમાણમાં લમ્પીના અંશો જોવા મળી રહ્યા હોય માલધારીઓમાં ગભરાટ ફેલાયો છે. બીજી તરફ તંત્ર દ્વારા દુધાળા પશુઓમાં લમ્પી અટકાવવા વેટરનિટી તબીબોની ટુકડીઓ દ્વારા ડોર ટુ ડોર પશુઓનો સર્વે તેમજ વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-કચ્છના સંયુક્ત પશુપાલન નિયામક ડો.બી.એલ.ગોહિલે જણાવ્યું હતું કે, ગ્રામ્યસ્તરે દુધાળા પશુઓ ખાસ કરીને ગાયમાં લમ્પી સ્કિન ડીસીઝ નામનો વાઇરસ ફેલાયો છે ત્યારે અત્યાર સુધીમાં સત્તાવાર રિપોર્ટ અનુસાર સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં 144 પશુઓના મૃત્યુ થયા છે, જેને લઇને તંત્ર દ્વારા વિશેષ પગલાં ભરવામાં આવી રહ્યા છે.

કચ્છના 316, જામનગરના 133, મોરબીના 61 તેમજ રાજકોટના 26 સહિત કુલ 536થી વધુ ગામડાંઓમાં પશુઓમાં વધતા ઓછા પ્રમાણમાં લમ્પીના લક્ષણો જોવા મળ્યા છે.ગુરૂવારે 126 ગાયોમાં લમ્પીના અંશો જોવા મળ્યા બાદ શુક્રવારે વધુ 46 પશુમાં લમ્પી ડિટેક્ટ થયાના પગલે માલધારીઓમાં ગભરાટ ફેલાયો છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 25,850 પશુઓમાં વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

જિલ્લા પંચાયતમાં લમ્પી અંગે હેલ્પલાઇન શરૂ
દુધાળા પશુઓમાં લમ્પી વાઇરસ પ્રસરી રહ્યો છે ત્યારે જિલ્લામાં રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામગીરી માટે સહકારી ડેરીની પણ મદદ મળી રહી છે. જિલ્લાના 594 ગામોના કોઇપણ માલધારી, ખેડૂત લમ્પીને લઇને ટેલિફોનિક ફરિયાદ નોંધાવી શકે તે માટે ખાસ હેલ્પલાઇન નંબર 0281-2444426 જાહેર કરવામાં આવ્યા છે. – ભૂપત બોદર, પ્રમુખ, રાજકોટ જિલ્લા પંચાયત

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment