ભાસ્કર એક્સક્લૂઝિવ:શહેરમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હિલરના વેચાણમાં 15%નો વધારો, સરકારે પહેલીવાર રૂ.10.50 કરોડની સબસિડી ચૂકવી - Alviramir

ભાસ્કર એક્સક્લૂઝિવ:શહેરમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હિલરના વેચાણમાં 15%નો વધારો, સરકારે પહેલીવાર રૂ.10.50 કરોડની સબસિડી ચૂકવી

અમદાવાદએક કલાક પહેલાલેખક: ચિરાગ રાવલ

  • કૉપી લિંક

ફાઇલ તસવીર

  • છેલ્લા એક વર્ષમાં ટુ-વ્હિલર, કાર, થ્રી-વ્હિલર મળી 3820 ઈલેક્ટ્રિક વાહન વેચાયાં, સુભાષબ્રિજ RTOએ સૌથી વધુ 7.87 કરોડ સબસિડી આપી
  • 2018માં 38 ટુવ્હિલર સામે 2022માં 1740 ટુ-વ્હિલરનું વેચાણ, 3 કાર સામે 181 ઈલેક્ટ્રિક કારનું વેચાણ થયું
  • આગામી ત્રણ મહિનામાં ધાર્મિક સ્થળો તથા જાહેર સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવા માટે અધિકારીઓને સૂચના અપાઈ

શહેરમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હિલરમાં ચાલુ વર્ષે 15 ટકા વધુ વેચાણ થયું છે. સરકારે 1 વર્ષમાં ટુ-વ્હિલર, થ્રી-વ્હિલર, કાર મળીને 3820 વેચાણ થયેલા વાહનો માટે સબસિડીના રૂ.10.50 કરોડ ઓનલાઈન ચૂકવ્યા છે. આરટીઓ અધિકારીએ કહ્યું કે, ઇ-વ્હિકલની વધુ કિંમત અને ચાર્જિંગની સમસ્યાથી લોકો ઈલેક્ટ્રિક વ્હિકલ લેવાનું ટાળે છે. સરકારે ગત 1 જુલાઇ-21થી ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી જાહેર કરી હતી. પ્રત્યેક ઇ-વ્હિકલ પર કિ.વો.દીઠ રૂ.10 હજાર સબસિડી અપાય છે. ગત જુલાઇથી અત્યાર સુધીમાં સુભાષબ્રિજ આરટીઓએ 2680 ઇ-વ્હિકલોના વેચાણ પર 7.87 કરોડ સબસિડી ચૂકવાઈ છે. 3 માસમાં ધાર્મિક તેમજ જાહેર સ્થળે ચાર્જિંગ સ્ટેશન વધારવા સૂચના અપાઈ છે.

સબસિડી માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરી શકાય
ગ્રાહક ઇ-વ્હિકલની ખરીદી ત્યારે વાહનડીલરને ત્યાંથી કે પોતાની જાતે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરી શકે છે. વાહન અને ખરીદનારના પુરાવા યોગ્ય હોય તો 10 દિવસમાં સબસિડી ખાતામાં જમા થઈ જાય છે. પૂરતા પુરાવા ના હોય તો આરટીઓ અરજી રિજેક્ટ કરે છે.

દોઢ લાખથી વધુની કિંમતના ટુ-વ્હિલરમાં ત્રણ માસનું વેઈટિંગ
બજારમાં 70 હજારથી 2 લાખની કિંમટના ઈ-વ્હિકલ મળે છે. સરકાર દોઢ લાખ સુધીના ઇ-વ્હિકલમાં સબસિડી ચૂકવે છે. હાલ દોઢ લાખથી વધુની કિંમતના ટુ-વ્હિલરની નોંધણી બાદ ત્રણ માસનું વેઇટિંગ ચાલે છે. કારમાં 10 લાખથી લઇ દોઢ કરોડ સુધીની ઇ-કારનું વેચાણ થાય છે.

ગ્રાહકોને સબસિડી માટે ડીલરોને માર્ગદર્શન આપવા સૂચના અપાઇ
​​​​​​​કોઇ પણ ગ્રાહકને ઇ-વ્હિકલ ખરીદતાં પહેલાં કેટલી સબસિડી, કેવી રીતે મળશે, શું ડોક્યુમેન્ટસ જોઇશે? ગ્રાહક શો-રૂમ આવે ત્યારે જરૂરી તમામ માર્ગદર્શન આપવા સબંધિત વાહન ડીલરોને સૂચના આપવામાં આવી છે. – આર.એસ.દેસાઇ, સુભાષબ્રિજ આરટીઓ

વર્ષ ટુ-વ્હિલર થ્રી-વ્હિલર કાર
2018 38 4 3
2019 58 50 5
2020 247 95 90
2021 1520 182 192
2022 1740 91 181

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment