ભાસ્કર એક્સક્લૂઝિવ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 4 પૂર્વ સિન્ડિકેટ સભ્યે યુનિવર્સિટીએ આપેલા લેપટોપ પાછા જ ન આપ્યા! - Alviramir

ભાસ્કર એક્સક્લૂઝિવ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 4 પૂર્વ સિન્ડિકેટ સભ્યે યુનિવર્સિટીએ આપેલા લેપટોપ પાછા જ ન આપ્યા!

રાજકોટ2 કલાક પહેલા

  • કૉપી લિંક

ફાઈલ તસવીર

  • પદ ન રહ્યું પણ લેપટોપ રાખી લીધા, માત્ર બે જ સભ્યે પરત કર્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોદ્દેદારો અને સત્તામંડળના સભ્યોને યુનિવર્સિટી સંલગ્ન કામગીરી માટે લેપટોપ આપવામાં આવે છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત મે માસમાં જ સેનેટની ચૂંટણી નહીં થતા કુલપતિ સહિત 7 સિન્ડિકેટ સભ્યોએ પોતાના પદ ગુમાવ્યા હતા.

ચાર સભ્યે હજુ યુનિવર્સિટીને લેપટોપ પરત આપ્યા નથી
જોકે ત્યારબાદ ડૉ. ભીમાણી આંકડાશાસ્ત્ર ભવનના વડા તરીકે હોદ્દાની રૂએ સેનેટ સભ્ય બની રહ્યા અને બાદમાં તેઓ યુનિવર્સિટીના કુલપતિ બન્યા, પરંતુ ડૉ. ભીમાણી સિવાયના છ સભ્ય પૈકી માત્ર બે જ સિન્ડિકેટ સભ્યે યુનિવર્સિટીએ આપેલા લેપટોપ પરત કર્યા છે જ્યારે બાકીના ચાર સભ્યે હજુ સુધી યુનિવર્સિટીને લેપટોપ પરત આપ્યા નથી. આ ચારેય સિન્ડિકેટ સભ્યના પદ તો હવે નથી રહ્યા પરંતુ તેમણે લેપટોપ પોતાની પાસે જ રાખી લેતા યુનિવર્સિટીએ હવે સામેથી તેમની પાસેથી લેપટોપની માગણી કરવી પડી રહી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ સહિત 7 સિન્ડિકેટ સભ્યના પદ ગુમાવ્યા
અગાઉ ડેટા લેવા માટે પૂર્વ કુલપતિએ પણ મહિનાઓ સુધી લેપટોપ જમા કરાવ્યું ન હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે મહિના અગાઉ કુલપતિ સહિત 7 સિન્ડિકેટ સભ્યના પદ ગુમાવ્યા હતા. સિન્ડિકેટ પદ પર નહીં રહેતા ડૉ. ભરત રામાનુજ અને ડૉ. મેહુલ રૂપાણીએ યુનિવર્સિટીને પોતાના લેપટોપ જમા કરાવી દીધા છે, પરંતુ બાકીના સિન્ડિકેટ સભ્યો નેહલ શુક્લ, ડૉ. ભાવિન કોઠારી, ડૉ. હરદેવસિંહ જાડેજા અને ડૉ. પ્રવીણસિંહ ચૌહાણે હજુ સુધી યુનિવર્સિટીને લેપટોપ પરત કર્યા નથી.

યુનિવર્સિટીએ આપેલું લેપટોપ પરત જમા કરાવ્યું ન હતું
અગાઉ યુનિવર્સિટી દ્વારા આ સિન્ડિકેટ સભ્યોને ફોન કરીને રિમાઇન્ડર પણ આપ્યા હતા છતાં જમા કરાવ્યા નથી. આખરે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ ચારેય સિન્ડિકેટ સભ્યોને સત્તાવાર ઈ-મેલ કરીને યુનિવર્સિટીએ આપેલા લેપટોપની માગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પૂર્વ કુલપતિ ડૉ. પેથાણીએ પણ પોતાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ યુનિવર્સિટીએ આપેલું લેપટોપ પરત જમા કરાવ્યું ન હતું. બાદમાં યુનિવર્સિટીએ પરત માગતા આપી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment