ભાસ્કર એનાલિસિસ:કોરોનાના 2 વર્ષમાં વન્ય પ્રાણીઓએ 53 લોકોનો ભોગ લીધો, 11 હજારથી વધુ પશુઓનું મારણ, 10 કરોડનું વળતર ચૂકવાયું - Alviramir

ભાસ્કર એનાલિસિસ:કોરોનાના 2 વર્ષમાં વન્ય પ્રાણીઓએ 53 લોકોનો ભોગ લીધો, 11 હજારથી વધુ પશુઓનું મારણ, 10 કરોડનું વળતર ચૂકવાયું

અમદાવાદ2 કલાક પહેલાલેખક: ઝુલ્ફીકાર તુંવર

  • કૉપી લિંક
  • 2 વર્ષમાં 4 મૃત્યુ સિંહ, 31 મૃત્યુ દીપડા દ્વારા જ્યારે 16 લોકોનાં મૃત્યુ મગરના કારણે થયા

કોરોનાકાળના બે વર્ષમાં વન્ય પ્રાણીઓએ 53 લોકોનો ભોગ લીધો છે. જેમાથી 4 મૃત્યુ સિંહ દ્વારા, 31 મૃત્યુ દીપડા દ્વારા જ્યારે 16 લોકોના મૃત્યુ મગરના કારણે થયા હતા. આ સમયગાળા દરમિયાન નવ્ય પ્રાણીઓ દ્વારા 11 હજારથી વધુ પશુઓનું મારણ કરાયું હતું. જેની માટે અંદાજે 7.50 કરોડ રૂપિયા વળતર ચુકવાયું છે.

વન વિભાગ દ્વારા આ બે વર્ષોમાં 2 કરોડથી વધારે વળતર ચુકવવામાં આવ્યું છે. છેલ્લા 5 વર્ષમાં વન્ય પ્રાણીઓના કારણે થયેલા માનવ મૃત્યુ, માનવ ઇજાઓ અને પશુઓના મૃત્યુ-ઇજાઓના કેસોમાં અંદાજે રૂપિયા 22 કરોડથી વધારે રકમનું વળતર વન વિભાગ દ્વારા ચુકવવામાં આવ્યું છે. 2017-18થી વર્ષ 2021-22 સુધીના સમયગાળામાં વન્ય પ્રાણીઓએ 117 વ્યક્તિઓનો ભોગ લીધો છે જ્યારે 833 વ્યક્તિઓને ઇજાઓ થઇ હતી.

આ સમયગાળા દરમિયાન સૌથી વધારે માનવ મૃત્યુ જૂનાગઢ વાઇલ્ડ લાઇફ વિસ્તારમાં થયા હતા, જ્યારે 24,500 પશુઓનું મારણ વન્ય પ્રાણીઓ દ્વારા કરવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા માનવ મૃત્યુના કિસ્સામાં રૂ. 4 લાખ સુધી વળતર આપવામાં આવતું હતું જે વધારીને હવે રૂ. 5 લાખ કરવામાં આવ્યું છે.

5 વર્ષમાં પશુઓનાં મારણના કેસોમાં 56%નો વધારો

વર્ષ માનવ મૃત્યુ માનવ ઇજાઓ પશુ મારણ
કેસ વળતર કેસ વળતર કેસ વળતર
2021-22 20 77 લાખ 167 11.38 લાખ 6636 4.36 કરોડ
2020-21 33 1.24 કરોડ 196 9.21 લાખ 5255 3.04 કરોડ
2019-20 28 1.12 કરોડ 159 4.54 લાખ 5162 3.11 કરોડ
2018-19 19 64 લાખ 153 3.86 લાખ 3245 3.34 કરોડ
2017-18 17 68 લાખ 158 7.09 લાખ 4233 3.57 કરોડ

માનવ મૃત્યુનું વળતર વધારી 5 લાખ કરાયું
વન અને પર્યાવરણ વિભાગના ઠરાવ મુજબ માનવ મૃત્યુના કિસ્સામાં વ્યક્તિ દીઠ રૂ. 5 લાખ છે. અગાઉ રૂ. 4 લાખ સુધી વળતર હતું. માનવ ઇજાઓમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો 40થી 60 ટકા અપંગતા હોય તો 1 લાખ જ્યારે 60 ટકાથી વધારે અપંગતા હોય તો 2 લાખ વળતર આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment