ભાસ્કર એનાલિસિસ:વરસાદનો રાતવાસો: મોસમના 19માંથી 11 ઇંચ રાત્રે જ વરસ્યો - Alviramir

ભાસ્કર એનાલિસિસ:વરસાદનો રાતવાસો: મોસમના 19માંથી 11 ઇંચ રાત્રે જ વરસ્યો

વડોદરા28 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • શહેરમાં સિઝનના સરેરાશ પૈકી 45.90 ટકા વરસાદ પડ્યો
  • શનિવારે દિવસ દરમિયાન હળવાં વરસાદી ઝાપટાં વરસ્યાં

શહેરમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી 19.17 ઈંચ વરસાદ વરસ્યો છે. શહેરનો સિઝનનો સરેરાશ વરસાદ 41 ઇંચ વરસે છે. આમ અત્યાર સુધી શહેરમાં 45.90 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જોકે ચાલુ વર્ષે ચોમાસાની સિસ્ટમ મોડી સાંજ બાદ જ એક્ટિવ થતા મોટાભાગનો 11 ઈંચ વરસાદ રાતના સમયે જ વરસ્યો છે.

શહેરમાં વરસાદની શરૂઆત 8 જૂનથી થઈ હતી. જૂન મહિનાની શરૂઆતમાં વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. જોકે જુલાઈ મહિનામાં ચોમાસુ સક્રિય થયું હતું. જેમાં 10 જુલાઈના રોજ 52 મીમી,11 જુલાઈના રોજ 66 મીમી, 12 જુલાઈએ 72 મીમી, 13 જુલાઈના રોજ 38 મીમી આ દિવસોમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. જો કે આ વર્ષે વરસદની પેટર્ન બદલાતાં રાતના સમયે વધુ વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીના 19.17 ઇંચ વરસાદ પંકી 11 ઇંચ જેટલો વરસાદ રાતના સમયે જ નોંધાયો છે. શહેરીજનોને નોકરી ધંધા માટે દિવસે જતી વેળા વરસાદનું વિઘ્ન ઓછું નડ્યું છે. દરમિયાન શનિવારે હળવા વરસાદી ઝાંપટા પડ્યાં હતાં.

ચોમાસાની સિસ્ટમ રાતના સમયે જ વધુ એક્ટિવ રહી છે
શહેરમાં ચાલુ વર્ષે ચોમાસુ મોટાભાગે રાતના સમયે જ એક્ટિવ રહી છે. જેમાં ખાસ કરીને વડોદરામાં વરસાદ લાવતા વાદળો કે થંડરસ્ટ્રોમ મોડી સાંજ બાદ એક્ટિવ થતા દેખાયા હતાં.જેથી મોટાભાગનો વરસાદ રાતના સમયે પડ્યો છે. જોકે ચોમાસામાં વરસાદ દિવસે વધુ પડશે કે રાત્રે ? તે ચોક્કસથી જાણી શકાય નહી.વરસાદી સિસ્ટમ ક્યારે એક્ટિવ થાય છે તેના પર વરસાદ પડવાનો આધાર રાખે છે. > અંકિત પટેલ,હવામાન શાસ્ત્રી

દેવ ડેમ-આજવામાં 18 કરોડનું પાણી સંગ્રહિત
ઉપરવાસમાં ભારે વરસાદ થતાં દેવ ડેમ અને આજવા સરોવરમાં રૂા.18 કરોડની કિંમતનું પાણી સંગ્રહિત થયું છે. પાણી પુરવઠા બોર્ડ પ્રતિ એક હજાર લિટરે રૂા.6નો ચાર્જ વસૂલે છે.જેની સરખામણી કરવામાં આવે તો હાલ રૂા.18 કરોડનું પાણી જળાશયોમાં સંગ્રહિત થયું છે. દેવ ડેમમાં ગત 1 જૂનના રોજ વોટર લેવલ 85.14 મીટર હતું. હાલમાં દેવ ડેમમાં 717.90 એમસીએફટી નવું પાણી આવ્યું છે.

આ જળરાશીની કિંમત પાણી પુરવઠાના દરે આંકવામાં આવે તો આ પાણીનું મૂલ્ય રૂા.12.20 કરોડ થવા જાય છે. જયારે આજવા ડેમનું લેવલ હાલમાં 209.70 ફૂટ પહોંચી ગયું છે. તેમાં 338 એમસીએફટી નવા પાણીનો સંગ્રહ થયો છે. જેની કિંમત રૂા.5.74 કરોડ થાય છે. આ આંકડાનું વિશ્લેષણ સિંચાઇના કા. ઇજનેર એમ. ડી. ગોહિલ તથા પાણી પુરવઠાના કા. ઇજનેર ગિરીશ અગોલાએ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment