ભાસ્કર રૂબરૂ:‘અમે જોખમી બિલ્ડિંગમાં રહીએ છીએ, સવાર જોઈશું કે કેમ તે ખબર નથી’ રિડેવલપમેન્ટની પ્રક્રિયામાં વિલંબ મોટી સમસ્યા - Alviramir

ભાસ્કર રૂબરૂ:‘અમે જોખમી બિલ્ડિંગમાં રહીએ છીએ, સવાર જોઈશું કે કેમ તે ખબર નથી’ રિડેવલપમેન્ટની પ્રક્રિયામાં વિલંબ મોટી સમસ્યા

અમદાવાદ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પશ્ચિમ ઝોનના નાગરિકોએ રિડેવલપમેન્ટને આડે આવતા અવરોધો, રસ્તા, ગંદકી, ગટરની સમસ્યાઓ રજૂ કરી
  • મહિલા કોર્પોરેટરો સામે પણ ફરિયાદ | અમે પ્રશ્નો રજૂ કરીએ તો તેઓ કહે છે કે, મને ખબર ન પડે, મારા પતિ સાથે વાત કરી લો

પશ્ચિમ ઝોનના ચાંદખેડા, સાબરમતી, રાણીપ, નવા વાડજ, નારણપુરા, એસપી સ્ટેડિયમ, નવરંગપુરા, પાલડી, વાસણા વોર્ડના નાગરિકો માટે રવિવારે નારણપુરાની નવરંગ સ્કૂલ ખાતે ‘દિવ્ય ભાસ્કર’નો રૂબરૂ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાગરિકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. જોકે તેમના આ પ્રશ્નો સાંભળવા એક પણ કોર્પોરેટર હાજર ન હતા.

મોટે ભાગે લોકોએ રિડેવલપમેન્ટ, રસ્તા, આડેધડ ઊભા કરાયેલા બમ્પ, ગટર ઊભરાવાની અને ગંદકીની સમસ્યાઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં હાજર ચાંદખેડા વોર્ડના ભાજપ સંગઠનના એક હોદ્દેદારે જણાવ્યું કે, તેઓ ચાર રસ્તા પર બમ્પની સમસ્યા સામે ત્રણ વર્ષથી લડી રહ્યા છે. જ્યારે નારણપુરા, નવરંગપુરા, જૂના વાડજ, સ્ટેડિયમ વોર્ડના રહીશોએ રિડેવલપમેન્ટને આડે આવતી સમસ્યાઓ રજૂ કરી હતી.

નિર્ણયનગર ગરનાળામાં 40 વર્ષથી કચરાના ઢગ હટ્યા નથી
નિર્ણયનગર સિલ્વર ટચ હોસ્પિટલ પાસે નર્મદાનો વાલ્વ છે, જે અકસ્માત સર્જી શકે છે. આ બાબતે રજૂઆત છતાં ધ્યાન આપતું નથી. ગરનાળામાં 40 વર્ષથી કચરાના ઢગલા છે. – ઉદય પટેલ, નવા વાડજ

રિડેવલપમેન્ટ માટે રજૂઆત કરી, શું તંત્ર ટાંકી પડવાની રાહ જુએ છે
ઉન્નતિ ફ્લેટને અમારે રિડેવલપમેન્ટમાં લઈ જવો છે, પણ અધિકારીઓ ધક્કા ખવડાવે છે અપશબ્દો કહે છે. ધારાસભ્યોને પણ રજૂઆત કરી છે. શું તંત્ર જર્જરિત ટાંકી પડે તેની રાહ જુએ છે? – રમેશ શર્મા, શાસ્ત્રીનગર

​​​​​​​રિડેવલપમેન્ટની રજૂઆત વખતે એક અધિકારીએ અપશબ્દો કહ્યા
​​​​​​​સોલા વિસ્તારમાં ઘણી બિલ્ડિંગ જર્જરિત છે. રજૂઆત વખતે મારી સાથે આવેલા વડીલને હાઉસિંગ કમિશનરે અપશબ્દ કહ્યા હતા. આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. – વિશાલ કંધારિયા, શાંતિ એપાર્ટમેન્ટ, સોલા

​​​​​​​રિડેવલપમેન્ટ ઝડપથી થાય તે માટે રજૂઆતો છતાં ધ્યાન અપાતું નથી
કોર્પોરેશનના ખર્ચે અપાતાં ડસ્ટબિન માટે કોર્પોરેટર તમામ રહીશોની સહીઓ લઈ આવવા કહે છે. રિડવેલપમેન્ટનાં કામ ઝડપથી થાય તે માટે રજૂઆતો કરી, પણ ધ્યાને લેવાતી નથી. – મહેન્દ્ર શાહ, સોલા

​​​​​​​રોડ યોગ્ય રીતે રિસરફેસ ન થતાં સોસાયટીઓ નીચી જતી રહી છે
મરજી મુજબ બમ્પ બનાવી દેવાય છે. રોડ યોગ્ય રીતે રિસરફેસ ન થવાથી સોસાયટીઓ નીચી જતી રહે છે. રોડ ઊંચો કરાતાં ગટરનાં ઢાંકણા પણ ઊંચા લાવવાં પડે છે. આ સુધરવું જોઈએ. – શરદ શાહ, નારણપુરા

​​​​​​​ચાલી, ઝૂંપડાંમાં રહેતા નાગરિકોને તંત્ર મનુષ્ય સમજતું જ નથી કે શું?
શાળામાં એટલી બધી ગંદકી છે કે, કોઈ વાલી બાળકને ન મોકલે. આ અંગે કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરી છતાં ધ્યાને લેવાઈ નથી. ઝૂંપડાંના નાગરિકોને તંત્ર મનુષ્ય સમજતું નથી. – યોગેશ મકવાણા, સ્ટેડિયમ વોર્ડ

​​​​​​​25 હજાર ઝૂંપડાં સામે 7733 મકાન જ તૈયાર કરાયાં, જે ફાળવાયાં નથી
રામદેવપીર ટેકરાના રિડેવલપમેન્ટ માટે PPP મોડલ તૈયાર કરાયું છે. 25 હજાર ઝૂંપડાં સામે 7733 ઘર તૈયાર કરાયાં, જે ફાળવાયાં નથી. 780 મકાનનું ડિમોલિશન કર્યું, પણ યાદી નથી. – ગણેશ પરમાર

ગટરના મુદ્દે CM સુધી રજૂઆત કરી, પણ સ્થિતિ હજુ સુધરી નથી
રોજ ગટર ઊભરાય છે.મહિલા કોર્પોરેટરને કહીએ તો કહે છે, મને ખબર ન પડે, મારા પતિને વાત કરો. અમે ગટરના મુદ્દે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી પણ સ્થિતિ સુધરી નથી. – દિનેશ ચૌહાણ, સ્ટેડિયમ વોર્ડ

મેમનગર ફાયર સ્ટેશનથી આગળ સુધીનો રસ્તો રિસરફેસ કરવો જરૂરી
શહેરનો પ્રથમ જોગર્સ પાર્ક બન્યો ત્યાં તમામ બાંકડા તૂટી ગયા છે. મેમનગર ફાયર સ્ટેશનથી આગળનો રસ્તો રિસરફેસ કરવો જરૂરી છે, પણ તંત્ર તે બાબતે ધ્યાન આપતું નથી. – અવિનાશ માંકડ, નવરંગપુરા

​​​​​​​રિડેવલપમેન્ટ માટેની પ્રક્રિયા ખરેખર સરળ હોવી જરૂરી છે
રિડેવલપમેન્ટ માટેની પ્રક્રિયા ખરેખર સરળ હોવી જોઇએ. અમે વારંવાર રજૂઆત કરી છતાં હજુ કોઈ પ્રગતિ થતી નથી. શું પાણીની ટાંકી પડશે પછી જ કામગીરી થશે? – મહેશ પ્રજાપતિ, પ્રગતિનગર

​​​​​​​કેટલાક રહીશો વિદેશમાં હોવાથી સંમતિ પત્ર મેળવવામાં મુશ્કેલી છે
રિડેવલપમેન્ટ માટે 2020માં સંમતિ પત્ર મળ્યો હતો, 2022માં ફરી સંમતિ પત્ર માગી રહ્યા છે. કેટલાંક રહીશો વિદેશમાં હોવાથી સંમતિ મેળવવામાં મુશ્કેલી પડે છે. – અનિલ બુંદેલા, શ્રદ્ધાદીપ કોમ્પલેક્સ, નારણપુરા

અમારી સોસાયટીમાં જલદીથી રિડેવલપમેન્ટ કરવું જરૂરી છે
અમારી સોસાયટીમાં જલદી રિડેવલપમેન્ટ થાય તે જરૂરી છે. અત્યારે સાંકડી સીડીઓ અને લિફ્ટ સિવાયની સોસાયટીને કારણે ઢીંચણની તકલીફ હોય તેવા રહીશોને મુશ્કેલી પડી રહી છે. – ભરત સોની

સુભાષબ્રિજથી રાણીપ તરફના રસ્તે પબ્લિક ટોઇલેટ બનાવો
​​​​​​​સુભાષબ્રિજથી રાણીપ તરફના રસ્તે એક પણ સ્થળે પબ્લિક ટોઇલેટ નથી. અનેક જગ્યા છે પણ તંત્ર આ પ્રકારની સુ‌વિધા વિશે વિચારતું નથી. કોર્પોરેટર માત્ર ચૂંટણીમાં જ દેખાય છે. – લાલભાઈ પટેલ, રાણીપ

આસુતોષ ચાર રસ્તે મહિને 5થી 7 અકસ્માત થાય છે, બમ્પ જરૂરી છે
હું ભાજપના સ્થાનિક વોર્ડનો વાઇસપ્રેસિડન્ટ છું. આસુતોષ ચાર રસ્તે બમ્પ બનાવવા 3 વર્ષથી લડું છું. અહીં દર મહિને 5થી 7 અકસ્માત થાય છે. રજૂઆતો કરી પણ તંત્ર ઉદાસીન છે.- ધવલ વરતિયા, ચાંદખેડા

​​​​​​​મારા પતિના અવસાનને 18 વર્ષ થયાં, પણ નિવૃત્તિના લાભો બાકી
મારા પતિ મ્યુનિ. કર્મચારી હતા. તેમના નિધનને 18 વર્ષ થયાં છતાં પીએફ, ગ્રેચ્યુટી નિવૃત્તિ લાભ મળ્યા નથી. અધિકારીઓ વારેવારે ડોક્યુમેન્ટ માગે છે પણ મ્યુનિ. તેને ખોઈ નાખે છે.- ચંદ્રલેખા ચૌહાણ

દર વરસાદમાં રસ્તા પર રહેવું પડે છે, ગટરો તો રોજ ઊભરાય છે
વરસાદમાં ખુલ્લા રસ્તા પર આશ્રય લેવો પડે છે. 10 વર્ષથી આ સ્થિતિ છે. તમામ વિસ્તારમાંથી પાણી અહીં આવે છે અને ગટરના પાણી રોજ ઊભરાય છે. – મહેન્દ્ર મકવાણા, હનુમાનપુરા, જૂના વાડજ

પીવાનું પાણી રંગીન અને પ્રદૂષિત આવે છે, કોઈ જોવા આવતું નથી
વરસાદમાં પાણી ભરાય છે અને પીવાનું પાણી પણ પ્રદૂષિત અને રંગીન આવે છે. તંત્રને વારંવાર ફરિયાદ કરી છતાં કોઈ આવતું નથી. મોચીવાસમાં પણ આ સ્થિતિ છે. – મલકતસિંહ,હનુમાનપુરા, જૂના વાડજ

ગટર, ગંદકી જેવી સમસ્યાની 15 વાર ફરિયાદ કરી, પણ ઉકેલ નથી
કોર્પોરેટર ઓફિસે નહિ પણ રિડેવલપમેન્ટના બિલ્ડરની ઓફિસે જ મળે છે. ગંદકી, ગટરનાં પાણી સહિતની અનેક સમસ્યાની ફરિયાદો 15થી વધુ વખત કરી પણ કોઈ ઉકેલ મળતો નથી. – કમલેશ ધવલ, નવા વાડજ​​

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment