ભાસ્કર વિશેષ:બાળકની અન્નનળીમાં ફસાયેલો રૂ.10નો સિક્કો દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં કઢાયો - Alviramir

ભાસ્કર વિશેષ:બાળકની અન્નનળીમાં ફસાયેલો રૂ.10નો સિક્કો દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં કઢાયો

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

તબીબોએ અન્ન નળીમાં ફસાયેલા સિક્કાને સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો.

  • મધ્ય પ્રદેશના ખુટીયાપાડા ગામના બાળકને મધ્ય રાત્રે લવાયો હતો

મધ્યપ્રદેશના ખુટીયાપાડા ગામનો 5 વર્ષિય બાળક 10 રૂપિયાનો સિક્કો ગળી જતાં તેને મધ્ય રાત્રે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં લવાયો હતો. તબીબોએ એક્સરે બાદ અન્ન નળીમાં ફસાયેલો સિક્કો સફળતાપૂર્વક કઢાતા તેનો જીવ બચ્યો હતો.મધ્યપ્રદેશના પેટલાવદ તાલુકાના ખુટાયાપાડા ગામમાં રહેતાં રણસિંહ મેડાનો 5 વર્ષિય પૂત્ર લોકેશ 20મીની રાતના 9 વાગ્યાના અરસામાં રમત-રમતમાં 10 રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો. લોકેશને સારવાર માટે પેટલાવદના દવાખાને લઇ જવાયો હતો. પરંતુ ત્યાં સારવાર થઇ શકી ન હતી. જેથી તેને રાતના 2 વાગ્યાના અરસામાં દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

તબીબોએ એક્સરે કરતાં સિક્કો તેની અન્ન નળીમાં ફસાયેલો જોવા મળ્યો હતો. હોસ્પિટલના સર્જન ડો. મયુર પ્રજાપતિ, ડોશીવાની શર્મા અને ડો. ચિરાગ તાવિયાડના પ્રયાસોથી અન્ન નળીમાં ફસાયેલો સિક્કો સવારના 9 વાગ્યે બહાર કાઢવામાં આવ્યો હતો. સિક્કો અન્ન નળીમાં શપાયેલો હોવાથી લોકેશને કઇ પણ ખવાડવા કે પીવડાવવાના કિસ્સામાં તેને ઉલટી થઇ જતી હતી. સિક્કો સફળતા પૂર્વક નીકળી જતાં લોકેશના પરિવારે ઝાયડસના તબીબોનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment