ભાસ્કર વિશેષ:વલસાડ જિલ્લામાં 20મી સુધીમાં દરિયામાં તોફાની પવન ફુંકાવાની શક્યતાથી તંત્ર એલર્ટ - Alviramir

ભાસ્કર વિશેષ:વલસાડ જિલ્લામાં 20મી સુધીમાં દરિયામાં તોફાની પવન ફુંકાવાની શક્યતાથી તંત્ર એલર્ટ

વલસાડ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વલસાડમાં પૂરના પાણી ઓસર્યા બાદ સરવે આગળ ધપાવાયો

વલસાડ શહેરમાં ઔરંગાનદીના પુરના કારણે સરવેની કામગીરી અટકી ગઇ હતી.શનિવારે છુટા છવાયા વરસાદને બાદ કરતાં મેઘરાજાએ મહદઅંશે વિરામ લેતા ફરીથી પુરજોશમાં સરવે શરૂ કરી દઇ અસરગ્રસ્તોને કેશડોલ સહાય ચૂકવવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે.બીજી તરફ સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતાં દરિયામાં તોફાની પવન ફુંકાવાની આગાહી કરાઇ છે.જિલ્લાના ઉપરવાસમાં ધરમપુર તાલુકામાં બારેમેઘ ખાંગા થતાં 4 વખત ઔરંગા નદીમાં પૂર આવતા વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થઇ જતાં ઘરોમાં 6 ફુટ જેટલા પાણી ભરાઇ ગયા હતા.

જેના કારણે બરૂડિયાવાડ, કાશ્મીરનગર, તરિયાવાડ, વાડી ફળિયા,પારડીસાંઢપોર સહિતના કિનારાના વિસ્તારોમાં રહેતા રહીશોનું સ્થળાંતર કરાયું હતું.ગુરૂવારે પણ પૂર આવતાં આ જ સ્થિતિ સર્જાતા અસરગ્રસ્તોને સહાય માટે સરવેની કામગીરીમાં અવરોધ આવ્યો હતો.જો કે શનિવારે સવારથી જ મેઘરાજાએ વિરામ લેતા લોકોમાં રાહત ફેલાઇ હતી.દિવસે થોડો સમય તડકો પણ પડતાં હાશ્કારાની લાગણી જોવા મળી હતી.

આ દરમિયાન પાલિકા ટીમ દ્વારા સરવેની કામગીરી પુર ઝડપથી કરવામાં આવી હતી.વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા રહીશોને કેશડોલની સહાય વહેલી તકે પહોંચાડવા માટે તંત્ર કામે લાગ્યું છે.સંઘપ્રદેશ દમણમાં પણ દરિયામાં વરસાદી પાણી વધતા પ્રશાસન તરફથી 3 નંબરનો સિગ્નલ કાર્યરત કરી માછીમારોને દરિયામાં ન જવા સૂચના અપાઇ છે.

20 જૂલાઇ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ઉત્તર અરબી સમુદ્રમાં અને પશ્ચિમ સમુદ્ર કચ્છ દરિયા કિનારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી 55 થી 65 કિમીની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા દર્શાવવામાં આવી છે.જેને લઇ ભારતીય હવામાન વિભાગ,અમદાવાદ દ્વારા એલર્ટ જાહેર કરાયું છે.જેના પગલે જિલ્લાના માછીમારોને 16 જૂલાઇથી 20 જૂૂલાઇ સુધી દરિયો ન ખેડવા વહીવટી તંત્રએ સૂચના જારી કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment