ભાસ્કર વિશેષ:વીએનએસજીયુની સેનેટની ચૂંટણી પર કેજરીવાલ રાખશે સીધી નજર, કોંગ્રેસ અને ભાજપે દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી - Alviramir

ભાસ્કર વિશેષ:વીએનએસજીયુની સેનેટની ચૂંટણી પર કેજરીવાલ રાખશે સીધી નજર, કોંગ્રેસ અને ભાજપે દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Kejriwal Will Keep A Direct Eye On VNSGU Senate Elections, Congress And BJP Have Entrusted The Responsibility To Veteran Leaders.

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • નર્મદ યુનિ.ની સેનેટની 32 બેઠકો માટે 14 અોગસ્ટે થનારી ચૂંટણી માટે 1.68 લાખ મતદાતા મતદાન કરશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી માટે 14 ઓગષ્ટે મતદાન થશે.જેમાં 32 બેઠકો માટે 1,68,000 મતદારો મતદાન કરશે. સેનેટની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ ત્રણેય પક્ષોમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે દશા-દિશા નકકી થશે. જેના પગલે ત્રણેય પક્ષોએ વ્યૂહરચના બનાવવાનું કાર્ય શરૂ કરી દીધું છે. જોકે અત્યાર સુધી કોઇ પણ પક્ષે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. કોંગ્રેસે અને ભાજપે પણ દિગ્ગજોને જવાબદારી સોંપી છે. બીજી તરફ આપની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દીધી છે. 21 જુલાઇએ દિલ્હીના સીએમ કેજરીવાલ સુરતની મુલાકાત લેશે. ઉમેદવારોની પસંદગી માટે આપ દ્વારા બે લોકોને જવાબદારી સોંપવામાં આવી છે.

ત્રણેય પાર્ટીઓએ હજુ સુધી ઉમેદવાર જાહેર કર્યા નથી, આપે ઉમેદવાર પસંદ કરવાની જવાબદારી બે લોકોને સોંપી
ઉમેદવારી: 6 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે

​​​​​​​વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ માટે 14 ઓગષ્ટે થનારી ચૂંટણી માટે 6 ઓગષ્ટ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. સેનેટની 32 બેઠકો માટે થનારી આ ચૂંટણી માટે 1,68,000 જેટલાં મતદાતાઓ મતદાન કરશે. ઉલ્લેખનીય છેકે આગામી 26મી ઓગષ્ટના દિવસે સેનેટના સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થવા જઇ રહ્યો છે.

ભાજપ: બેઠક કર્યા બાદ ઉમેદવારો વિશે નિર્ણય લેવાશે
​​​​​​​ભાજપમાં અત્યાર સુધી ઉમેદવારનું નામ નક્કી કરાયું નથી.આગામી 2 દિવસોમાં ભાજપ અને એબીવીપી વચ્ચે બેઠક યોજાશે.આઇટી વિભાગ તરફથી ગણપત ધામેલિયા અને કોમર્સમાંથી મોની ઠક્કરના નામ અાગળ ચાલી રહ્યા છે.સુત્રો મુજબ આર્ટસમાંથી કનુ ભરવાડનું નામ ફરીથી આવી શકે છે. જ્યારે અત્યાર સુધી એબીવીપી તરફથી લો વિભાગમાં કોઇ નામ આવ્યું નથી.

કોંગ્રેસ : ભાવેશ રબારી અને સિદ્ધાર્થ કંથારિયા ચર્ચામાં
​​​​​​​કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. તેના માટે દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપાઇ છે. ભૂતપૂર્વ સિન્ડિકેટ સભ્ય હોશંગ મિર્ઝા, શહેર પ્રમુખ નૈષધ દેસાઇ અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સહિત 12 લોકોને જવાબદારી સોંપાઇ છે. લો વિભાગમાંથી ભાવેશ રબારી અને કોમર્સમાંથી સિદ્ધાર્થ કંથારિયાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.

આપ : કેજરીવાલ વિદ્યાર્થી નેતાઓ સાથે ચર્ચા કરશે
​​​​​​​આમ આદમી પાર્ટી 19 જુલાઇએ સેનેટ ચૂંટણી માટે નામો નકકી કરી શકે છે. આપના સૂત્રો મુજબ 21 જુલાઇએ અરવિંદ કેજરીવાલના સુરત આવવાની સંભાવના છે. આપની વિદ્યાર્થી પાંખના પ્રમુખ દર્શિત કોરાટે જણાવ્યું કે પાર્ટી દ્વારા બે લોકોની નિમણૂક કરાઇ છે. જેમને વેતન પણ ચૂકવાશે. અરવિંદ કેજરીવાલ પોતે વિદ્યાર્થી નેતાઓ સાથે ચર્ચા કરશે.
​​​​​​​
​​​​​​​

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment