ભૂવાઓનું સામ્રાજ્ય:અમદાવાદમાં 2635 કિમીનું રોડ નેટવર્ક, વર્ષે એક હજાર કિમી રોડ પર ખોદકામથી વરસાદમાં ખાડા પડે છે - Alviramir

ભૂવાઓનું સામ્રાજ્ય:અમદાવાદમાં 2635 કિમીનું રોડ નેટવર્ક, વર્ષે એક હજાર કિમી રોડ પર ખોદકામથી વરસાદમાં ખાડા પડે છે

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

વસ્ત્રાલમાં મસમોટો ભૂવો પડ્યો.

  • વરસાદ પછી ત્રણ દિવસમાં 4358 ખાડા પૂર્યા હોવાનો મ્યુનિ.નો દાવો
  • દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 993, ઉ. પશ્ચિમ ઝોનમાં 892 અને મધ્ય ઝોનમાં સૌથી ઓછા 267 ખાડા પુરાયા
  • પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 6 સ્થળે ભૂવા પડ્યા

શહેરમાં 2635 કિલો મીટરના રોડ પર વારંવાર ખોદકામને કારણે તેમજ અન્ય કારણોસર પ્રતિવર્ષ 1 હજાર કિલો મીટરના રોડ બગડી જાય છે, બેસી જાય છે કે તૂટી જાય છે. શહેરમાં 13 જુલાઇ પછી 4335થી વધારે ખાડા પૂર્યાનો મ્યુનિ.એ દાવો કર્યો છે. જેમાં 13 જુલાઇએ 1789 અને 16મીએ 1092 ખાડાઓ પુરવામાં આવ્યા છે.

શહેરમાં ભારે વરસાદ બાદ અનેક રોડ પર ખાડા પડી ગયા છે. જે ખાડાઓ પુરવા માટે મ્યુનિ.એ ક્વાયત શરૂ કરી છે. તેમજ અનેક રસ્તાઓ ધોવાઇ ગયાની પણ ફરિયાદો ઉઠી છે. નોંધનીય છેકે, શહેરમાં 2635 કિ.મી.ના રોડ છે. જોકે શહેરમાં સતત નવા નેટવર્ક નાખવા, નેટવર્ક અપગ્રેડ કરવા, ફોલ્ટ રિપેરિંગ કરવા સહિતના અનેક કામગીરી માટે પ્રતિવર્ષ 800થી 1000 કિમીના રોડ ખોદી નાખવામાં આવે છે. પરિણામે શહેરીજનોને મોટી સંખ્યામાં તૂટેલા રસ્તા મળે છે.

ઝોનવાર પૂરાયેલાં ખાડાનું સરવૈયું

ઝોન ખાડા પુરાયા ભૂવા પડ્યા
પશ્ચિમ 657 6
ઉ.પશ્ચિમ 892 3
દ.પશ્ચિમ 277 5
પૂર્વ 723 2
દક્ષિણ 993 5
મધ્ય 267 4
ઉત્તર 549 3
કુલ 4358 28

ભારે વરસાદને કારણે 28 સ્થળે ભૂવા પડ્યા

શહેરના પડેલા ભારે વરસાદને કારણે સ્ટોર્મવોટર અને ડ્રેનેજ લાઇન વર્ષો જુની હોવાને કારણે ચોમાસા દરમિયાન પાઇપના ક્રાઉન કોરોઝન તથા માટીના પ્રેસરને કારણે બ્રેકડાઉન થયું હતું. નોંધનીય છેકે, 28 જેટલા સ્થળે થયેલા બ્રેકડાઉનને બાદ તંત્ર દ્વારા 21 સ્થળે પુરાણ કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 6 સ્થળે ભૂવા પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment