ભૂવાના લાઈવ દ્રશ્યો:અમદાવાદના વસ્ત્રાલમાં રોડ ફાડીને 'તળાવ' બન્યું, જુઓ કેવી રીતે 5 સેકન્ડમાં જ ભૂવો પડ્યો અને આખો રોડ અંદર સમાઈ ગયો - Alviramir

ભૂવાના લાઈવ દ્રશ્યો:અમદાવાદના વસ્ત્રાલમાં રોડ ફાડીને 'તળાવ' બન્યું, જુઓ કેવી રીતે 5 સેકન્ડમાં જ ભૂવો પડ્યો અને આખો રોડ અંદર સમાઈ ગયો

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Ahmedabad’s Vastral, The Road Broke And Became A ‘lake’, See How The Land Collapsed Within 5 Seconds And The Entire Road Was Submerged.

અમદાવાદ6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ચોમાસાની સિઝનમાં અમદાવાદમાં પહેલા જ ધોધમાર વરસાદમાં શહેર ખાડાનગરી અને ભુવાનગરી બની ગયું છે. શહેરના પૂર્વ હોય કે પશ્ચિમ અનેક વિસ્તારોમાં ભૂવા પડ્યા છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સુરભી પાર્ક પાસે મેટ્રો રેલના રૂટ ઉપર એક મોટો ભૂવો પડ્યો છે. સૌથી પહેલા રોડ બેસી ગયો હતો. રોડ બેસી જવાના અને ભુવા પડવાના લાઈવ દૃશ્યો સામે આવ્યા છે. રોડ બેસી ગયા બાદ ધીરે-ધીરે પોલાણ થયું હતું અને માત્ર પાંચ સેકન્ડમાં જ ભુવો પડી ગયો હતો. આખો ભુવો પાણીથી ભરાઈ ગયો હતો. શહેરમાં અનેક જગ્યાએ આ રીતે ભૂવા પડ્યા છે અને હજી સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ માત્ર બેરીકેડ જ કર્યા છે.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સુરભી પાર્ક પાસે મેટ્રો પિલર નંબર 129 પાસે મસ મોટો ભૂવો પડ્યો છે. આ રોડ બનાવવાની કામગીરી એક મહિના પહેલાં જ થઈ હતી અને ત્યારબાદ આ ભૂવો પડતા કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે. રોડ પર પડતા ભુવા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશોએ એકબીજાના વિભાગ ઉપર દોષારોપણ ઢોળે છે. રોડ પર પડતા ભુવા રોડ વિભાગ નહીં પરંતુ એન્જિનિયરિંગ વિભાગમાં આવે છે. કારણ કે પાણી અને ડ્રેનેજ લાઈન નબળી હોવાના કારણે રોડ પર ભૂવા પડે છે જ્યારે ભુવા પડવા પાછળ રોડ બનાવવાની કામગીરી ગુણવત્તા યોગ્ય ના હોવાથી રોડ બેસી કે તૂટી જતાં હોવાનો આક્ષેપ એન્જિનિયરિંગ વિભાગ કરે છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment