ભોગ ભંડારની બિસ્માર હાલત:દ્વારકા મંદિર પરિસરમાં આવેલ ઈમારત જર્જરિત સ્થિતિમાં; અનેક વખત રજૂઆત છતાં કોઈ સુધારા નહીં, 200 વ્યક્તિઓના જીવ જોખમમાં - Alviramir

ભોગ ભંડારની બિસ્માર હાલત:દ્વારકા મંદિર પરિસરમાં આવેલ ઈમારત જર્જરિત સ્થિતિમાં; અનેક વખત રજૂઆત છતાં કોઈ સુધારા નહીં, 200 વ્યક્તિઓના જીવ જોખમમાં

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • The Building In The Dwarka Temple Premises Is In A Dilapidated Condition; No Improvement Despite Repeated Representations, 200 Lives At Risk

દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા

  • કૉપી લિંક

વિશ્વ વિખ્યાત હિન્દુ દેવ મંદિરોના આસ્થાના પ્રતિક એવા ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિર પરિસરમાં આવેલ ભગવાનના ભોગ ભંડાર (રસોઈ ઘર)ની હાલત અતિ જર્જરિત છે. જેના કારણે 200 વ્યક્તિઓ પર મોતનો ભય રહેલો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની દ્વારકા મુલાકાત વખતે દ્વારકાધીશ મંદિરના પુજારી પરિવારના પ્રમુખ મુરલીભાઈએ પણ ભોગ ભંડારનો પ્રશ્નની વિગતવાર રજૂઆત કરી છે.

તસવીરમાં રસોઈઘરની બિસ્માર સ્થિતિ સ્પષ્ટપણે જોઈ શકાય છે

તસવીરમાં રસોઈઘરની બિસ્માર સ્થિતિ સ્પષ્ટપણે જોઈ શકાય છે

500 વર્ષ જૂનું બિલ્ડિંગ જર્જરિત
​​​​​​
​વર્ષો જુના ભોગ ભંડારની કથિત વર્તમાન સ્થિતિ મુજબ કાચા સ્કટ્રચરનું આ બિલ્ડીગ લગભગ 500 વર્ષ પહેલાનું ચુના પત્થર અને છત ઉપર લાકડાના પેઠીયા અને કાચા ચણતરનું બનેલું છે. જેથી બિલ્ડીંગની તમામ ઉપયોગમાં લેવાયેલ માલ સામાન હવામાનની ખારાશ અને વેલીડીટી પૂરી થતા નસ્ટ થયેલ છે. હાલમાં આ બિલ્ડીંગમાંની છતમાં મસ મોટા ગાબડા પડી જતા વાંરવાર છતમાંથી છુટા પડતા પત્થરો વૈષ્ણવો તથા પુજારી પરિવાર અને રસોઈ બનાવતા બ્રહ્મ પુત્રો ઉપર પડે છે અને નાના-નાના અકસ્માતો થતા રહે છે. રસોઈ ઘરમાં ભગવાનના આખા દિવસ ના 11 ભોગની સામગ્રી બનાવવામાં આવે છે, બિલ્ડીંગની દીવાલો અને બારી બારણા ખોલીને બંધ કરવા પણ મુશ્કેલ છે.

અઢળક રજૂઆતો બાદ પણ સ્થિતિ જેસે થે
દ્વારકા દેવસ્થાન સમિતિ એ છેલ્લા 15 વર્ષથી ભોગભંડારના પુન:નિર્માણ માટે આર્કોલોજી ઓફ ઇન્ડિયા ભારત સરકારને લેખિતમાં માંગણી કરી રહ્યું છે. આર્કોલોજીની બરોડા / ગાંધીનગર અને દિલ્હી સ્થિત કચેરી અને વિભાગોમાં દેવસ્થાન સમિતિ કચેરીના પગના તળીયા ધસાઈ ગયા તેમ કહી એ તો ચાલે છતાં ભારત સરકારના આર્કોલોજી વિભાગના પેટનું પાણી હલતું નથી. ભોગ ભંડાર ના પૂન:નિર્માણ માટે તત્કાલીન મુખ્ય મંત્રી આંનદીબેન પટેલ / વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલ સમક્ષ પુજારી પરિવારના પ્રમુખ મુરલીભાઈ એ રૂબરૂ દ્વારકાધીશ મંદિરની મુલાકાત વખતે કરી છે

રિલાયન્સ રિનોવેશન કરાવશે પણ પરમિશનની રાહ
રિલાયન્સના અંનત અંબાણી પાસે પુજારી પરિવારે ભોગ ભંડારના પુન:નિર્માણ કરવાની માંગ કરતા અંનત અંબાણીએ નિર્માણ કરી આપવાનું પણ જણાવ્યું છે. જેના માટે પરિમલભાઈ નથવાણી અને ધનરાજભાઈ નથવાણી પણ ઉત્સુક છે. પરંતુ આર્કોલોજીની પરમિશનના કારણે પ્રશ્ન ઉભો રહી ગયો છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment