ભ્રષ્ટાચારની કચેરી:જસદણના SO અધિકારી નિરવ મકવાણાની લોધિકા બદલી કરી દેવામાં આવી - Alviramir

ભ્રષ્ટાચારની કચેરી:જસદણના SO અધિકારી નિરવ મકવાણાની લોધિકા બદલી કરી દેવામાં આવી

રાજકોટ8 કલાક પહેલા

  • કૉપી લિંક

ફાઇલ તસવીર

જસદણ ખાતે ‘ભ્રષ્ટાચારની કચેરી’ના પર્દાફાશની ચોંકાવનારી ઘટનામાં 25 દિવસથી રાજકોટ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના નેતૃત્વ હેઠળ ડે. ડીડીઓ બ્રિજેશ કાલરિયા સહિતના અધિકારીઓની તપાસ અંતર્ગત અત્યાર સુધીમાં બાંધકામ વિભાગના ઇજનેર ઠાકરશી કોબિયાને સસ્પેન્ડ કરાયા બાદ છે અને અન્ય એક અધિકારી નિરવ મકવાણાની લોધિકા બદલી કરી દેવામાં આવી છે.

આ કેસમાં જાતજાતની ચર્ચાએ જોર પકડ્યું
બીજી બાજુ ડીડીઓને રિપોર્ટ મળી ગયો છે અને તેઓએ વિકાસ કમિશનરને મોકલી આપ્યો છે.આ ઘટનામાં ભ્રષ્ટાચારની કચેરીનું મકાન ભાડે રાખનારા અરવિંદ નાગકિયા અને ફાઇલોની હેરાફેરીમાં સંડોવાયેલા દિલીપ તલસાણિયા અને દિવ્યેશ ડાંગર સામે હજુ સુધી કોઇ પગલાં લેવામાં આવ્યા ન હોઇ આ અંગે જાતજાતની ચર્ચાએ જોર પકડ્યું છે.

તમામ લોકો સામે આકરી કાર્યવાહી થવી જોઇએ
ભ્રષ્ટાચારની કચેરીમાં સંડોવાયેલા તમામ સામે એક સરખી આકરી સજાત્મક કાર્યવાહી થવી જોઇએ. હાલ આ ઘટનામાં એકને ખોળ અને એકને ગોળ જેવું થઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ડીડીઓ દેવ ચૌધરીની તપાસ કાર્યવાહીમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાઓ છટકી રહ્યા હોય તેવી છાપ ઉપસી રહી છે. ભ્રષ્ટાચારમાં જેટલા ભાગીદારો હતા તેમાં માત્ર એકને જ સસ્પેન્શનની સજા કરાઇ છે. અન્ય જવાબદારો સામે અસરકારક કાર્યવાહી થઇ નથી. એક તબક્કે એકબીજાને મદદગારી થઇ રહી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. આ બાબતે સરપંચો દ્વારા એક બેઠકનું આયોજન કરાયું છે. પંચાયતના પાપે પારેવાળા ગામના સરપંચે રાજીનામું પણ આપી દીધું છે ! જો આ તપાસમાં ઘનિષ્ઠ અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો સરપંચોના રાજીનામાં પડશે. ભ્રષ્ટાચારીઓના મોઢા ભરવાના થતા હોવાથી હાલ સરપંચોને જમીનો વેચવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે! ’’ > જયેશભાઇ જતાપરા, સરપંચ (ગામ-મદાવા)

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment