મગરની લટાર:વડોદરાના કારેલીબાગ હિરાવંતી ચેમ્બર્સમાં વહેલી સવારે મગર લટાર મારવા આવી ગયો, રેસ્ક્યુ કરી પાંજરામાં પૂર્યો - Alviramir

મગરની લટાર:વડોદરાના કારેલીબાગ હિરાવંતી ચેમ્બર્સમાં વહેલી સવારે મગર લટાર મારવા આવી ગયો, રેસ્ક્યુ કરી પાંજરામાં પૂર્યો

વડોદરાએક કલાક પહેલા

કારેલીબાગ હિરાવંતી ચેમ્બર્સમાંથી મગર રેસ્ક્યુ કરવામાં આવ્યો

  • હિરાવંતી ચેમ્બર્સ પાસેથી પસાર થતી કાંસમાંથી મગર આવી ગયો
  • મગરને જોઇ કૂતરાઓએ ભસવાનું શરૂ કર્યુ

વડોદરામાં ભારે વરસાદને કારણે નદી-નાળાઓમાંથી મગરો બહાર નીકળી રહેણાંક વિસ્તારોમાં આવવાની શરૂઆત થઇ ગઇ છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલા હિરાંવતી ચેમ્બર્સમાં મગર આવી ગયો હતો. મગરને જોઇ કૂતરાઓ ભસતા સ્થાનિક વ્યક્તિએ જીવદયા સંસ્થાને જાણ કરી હતી. આ મગરનું વન વિભાગે રેસ્ક્યુ કરી પાંજરામાં પૂર્યો હતો. મગર પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી.

મગરને રેસ્ક્યુ કરાયાબા તેનું મોં બાંધી પિંજરામાં પુરાયો

મગરને રેસ્ક્યુ કરાયાબા તેનું મોં બાંધી પિંજરામાં પુરાયો

કૂતરાઓ ભસતા સ્થાનિક વ્યકિ ઉઠી ગઇ
મળેલી માહિતી પ્રમાણે કારેલીબાગ આર્યકન્યા વિદ્યાલય પાસે આવેલા હિરાવંતી ચેમ્બર્સમાં મગર ઘૂસી આવ્યો હતો. મગરને જોઇ રસ્તાઓ ઉપર રખડતા કૂતરાઓએ જોર જોરથી ભસવાનું શરૂ કર્યું હતું. કૂતરાઓ જોર જોરથી ભસતા હોવાથી નજીકમાં રહેતા એક વ્યક્તિ પથારીમાંથી ઉભા થઇ ગયા હતા. અને ભસી રહેલા કૂતરાઓને ભગાવવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મગરને જોતા એક તબક્કે ચોંકી ઉઠ્યા હતા. અને મગરને જોઇ કૂતરાઓ ભસી રહ્યા હોવાનું જણાયું હતું.

ચાર દિવસ પહેલા વાઘોડિયા રોડની સોસાયટી પાસે મગર આવી ગયો હતો
મગરને જોયા બાદ તેઓએ મગર, સાપ પકડવાનું કામ કરતી સંસ્થાનો સંપર્ક કરી માહિતી આપી હતી. ગણતરીની મિનીટોમાં મગર રેસ્ક્યુ કરતી ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી. ચેમ્બર્સમાં બિદાસ્ત ફરી રહેલા મગરનું સાવચેતી પૂર્વક રેસ્ક્યુ કરી સાથે લાવેલા પાંજરામાં પૂર્યો હતો. અને મગરને વન વિભાગ ખાતે લઇ ગયા હતા. આ મગર હિરાવંતી ચેમ્બર્સ પાસેથી પસાર થતાં વરસાદી કાંસમાંથી બહાર આવ્યો હોવાનું અનુમાન છે. નોંધનીય છે કે, ચાર દિવસ પહેલાં વાઘોડિયા રોડ ઉપર પૂજા પાર્ક પાસેથી પસાર થતા વરસાદી કાંસમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહેલા મગરનું રેસ્ક્યુ કર્યું હતું.

વિશ્વામિત્રી નદીમાં મગરોનો વસવાટ
કારેલીબાગ હિરાવંતી ચેમ્બર્સમાંથી રેસ્ક્યુ કરાયેલ મગર આશરે 3 થી 4 ફૂટનો હતો. ચોમાસાની શરૂઆત થતાંજ મગરો હવે રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે. ચોમાસામાં રહેણાંક વિસ્તારોમાં આવી જતા, લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. ખાસ કરીને વિશ્વામિત્રી નદીમાંતી મગરો રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, ભારે વરસાદ પડતો હોય છે., ત્યારે પણ મગરો પાણીના પ્રવાહમાં તણાઇ આવતા હોય છે. નદી કિનારાના લોકોને મગરના ડર સાથે રહેવું પડે છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment