મગરનો ભય:ભુજમાં વરસાદ બાદ મગરો રહેણાંક વિસ્તારમાં જોવા મળતા ગભરાટ, એક સ્થળે વાહન ચાલક પર હુમલાનો પ્રયાસ - Alviramir

મગરનો ભય:ભુજમાં વરસાદ બાદ મગરો રહેણાંક વિસ્તારમાં જોવા મળતા ગભરાટ, એક સ્થળે વાહન ચાલક પર હુમલાનો પ્રયાસ

કચ્છ (ભુજ )એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • નરસિંહ મહેતા નગરમાં મગર નીકળતા લોકો જોવા ઉમટી પડ્યા
  • ખારી નદી પાસે રેલવેબ્રિજ પરથી પસાર થતા બાઈક ચાલક પર મગરનો હુમલો

કચ્છમાં પડેલા સાર્વત્રિક વરસાદ બાદ પાણીની રેલમછેલ સાથે અનેક સ્થળે મગરની હાજરી પણ જોવા મળી રહી છે. ગઈકાલે ભુજ શહેરની ભાગોળે આવેલા ખારીનદી પાસેના અમન નગરના રેલવે ઓવરબ્રિજ પર ભરાયેલા પાણીમાથી પસાર થતા બાઈક ચાલક સામે એકાએક મગર આવી ચડ્યાની ઘાયના બાદ આજે શહેરના નરસિંહ મહેતા નગર ખાતે બાળ મગરે દેખા દેતા લોકોની ભીડ એકઠી થઈ જવા પામી હતી. જોકે રહેણાંક વિસ્તારમાં હિંશક જીવના આગમનથી લોકોમાં ચિંતા પણ ફેલાઈ હતી.

બન્ને સ્થળે વનવિભાગ દ્વારા મગરને લઇ જવાયા
આ વિશે પ્રાપ્ત માહિતી મુજબ ભૂજ શહેરના ખારી નદી પાસે આવેલા અમન નગર રેલવે અન્ડર બ્રિજમાંથી પસાર થતા બાઈક ચાલક ઉપર રસ્તાના પાણીમાં રહેલા મગરે હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેમાં બાઈક ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. જોકે આ ઘટનામાં તેનો બચાવ થયો હતો. ઘટનાની જાણ વિપક્ષી નેતા કાસમ સમાએ તંત્ર સમક્ષ કરતા વિવિધ વિભાગો દ્વારા મગરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ નરસિંહ મહેતા નગરમાં આજે વહેલી સવારે 7 વાગ્યે 4 ફૂટ લાંબો બાળ મગર જોવા મળતા રહેવાસીઓ જોવા ભેગા થયા હતા. બાદમાં જંગલ ખાતાને જાણ કરવામાં આવતા મગરને પકડી જવાયો હતો. આ ઘટનાથી લોકોમાં ચિંતાનો માહોલ ઉભો થયાનું મહિલા વર્ગે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment