મગરો લટાર મારવા નીકળ્યા:વડોદરાના જાંબુવામાં રસ્તો ઓળંગતા મહાકાય મગરનો વીડિયો વાઇરલ, બે બાઇક ચાલકો થંભી ગયા - Alviramir

મગરો લટાર મારવા નીકળ્યા:વડોદરાના જાંબુવામાં રસ્તો ઓળંગતા મહાકાય મગરનો વીડિયો વાઇરલ, બે બાઇક ચાલકો થંભી ગયા

વડોદરા43 મિનિટ પહેલા

  • વડોદરામાં વરસાદે વિરામ લીધા બાદ મગરો નદીઓમાંથી બહાર નીકળી રહ્યા છે

વડોદરામાં ભારે વરસાદને કારણે નદી-નાળાઓમાંથી મગરો બહાર નીકળી રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા છે. વડોદરાના જાંબુવા ગામમાં રસ્તો આળંગી રહેલા મહાકાય મગરનો વીડિયો વાઇરલ થતાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મગર રસ્તો ઓળગંતો હતો તે સમયે બે બાઇક ચાલકો થંભી ગયા હતા.

જાંબુવા નદીમાં મગરો વસવાટ કરે છે
વડોદરા શહેરમાં વરસાદે વિરામ લેતા હવે રોડ પર મગરો જોવા મળી રહ્યા છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલા હિરાંવતી ચેમ્બર્સમાં મગર લટાર મારવા નીકળવાની ઘટના બાદ જાંબુવા ગામમાં મગર રોડ પર દેખાયો હતો. જાંબુવા નદીમાં પૂર આવતા મગર નદીમાંથી બહાર નીકળી આવ્યો હતો અને રોડ પરથી પસાર થતો જોવા મળ્યો હતો. રોડ પર મગરને જોઈને બે બાઇક ચાલકો રોડ પર ઉભા રહી ગયા હતા અને મગર ગયા બાદ ત્યાંથી નીકળ્યા હતા. જાંબુવા નદીમાંથી મગર બહાર નીકળતા જાંબુવા ગામના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, વિશ્વામિત્રી નદી બાદ જાંબુવા અને ઢાઢર નદીમાં મોટાપાયે મગરો વસવાટ કરે છે અને વરસાદ બાદ મગરો નદીમાંથી બહાર નીકળવાની ઘટનાઓ સામે આવે છે.

જાંબુવા ગામમાં રસ્તો આળંગી રહેલા મહાકાય મગરનો વીડિયો વાઇરલ થતાં ગ્રામજનોમાં ભયનો માહોલ.

જાંબુવા ગામમાં રસ્તો આળંગી રહેલા મહાકાય મગરનો વીડિયો વાઇરલ થતાં ગ્રામજનોમાં ભયનો માહોલ.

આ પહેલા હિરાંવતી ચેમ્બર્સમાં મગર આવી ગયો હતો
આ પહેલા વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા હિરાંવતી ચેમ્બર્સમાં મગર આવી ગયો હતો. મગરને જોઇ રસ્તાઓ ઉપર રખડતા કૂતરાઓએ જોર જોરથી ભસવાનું શરૂ કર્યું હતું. કૂતરાઓ જોર જોરથી ભસતા હોવાથી નજીકમાં રહેતા એક વ્યક્તિ પથારીમાંથી ઉભા થઇ ગયા હતા અને ભસી રહેલા કૂતરાઓને ભગાવવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મગરને જોતા એક તબક્કે ચોંકી ઉઠ્યા હતા. અને મગરને જોઇ કૂતરાઓ ભસી રહ્યા હોવાનું જણાયું હતું.

કારેલીબાગ વિસ્તારમાં આવેલા હિરાંવતી ચેમ્બર્સમાં પણ મગર લટાર મારવા નીકળ્યો હતો.

કારેલીબાગ વિસ્તારમાં આવેલા હિરાંવતી ચેમ્બર્સમાં પણ મગર લટાર મારવા નીકળ્યો હતો.

ચાર દિવસ પહેલા વાઘોડિયા રોડની સોસાયટી પાસે મગર આવી ગયો હતો
મગરને જોયા બાદ તેઓએ મગર, સાપ પકડવાનું કામ કરતી સંસ્થાનો સંપર્ક કરી માહિતી આપી હતી. ગણતરીની મિનીટોમાં મગર રેસ્ક્યુ કરતી ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી. ચેમ્બર્સમાં બિદાસ્ત ફરી રહેલા મગરનું સાવચેતી પૂર્વક રેસ્ક્યુ કરી સાથે લાવેલા પાંજરામાં પૂર્યો હતો. અને મગરને વન વિભાગ ખાતે લઇ ગયા હતા. આ મગર હિરાવંતી ચેમ્બર્સ પાસેથી પસાર થતાં વરસાદી કાંસમાંથી બહાર આવ્યો હોવાનું અનુમાન છે. નોંધનીય છે કે, ચાર દિવસ પહેલાં વાઘોડિયા રોડ ઉપર પૂજા પાર્ક પાસેથી પસાર થતા વરસાદી કાંસમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહેલા મગરનું રેસ્ક્યુ કર્યું હતું.

વડોદરામાં વરસાદે વિરામ લીધા બાદ મગરો નદીઓમાંથી બહાર નીકળી રહ્યા છે.

વડોદરામાં વરસાદે વિરામ લીધા બાદ મગરો નદીઓમાંથી બહાર નીકળી રહ્યા છે.

વિશ્વામિત્રી નદીમાં મગરોનો વસવાટ
કારેલીબાગ હિરાવંતી ચેમ્બર્સમાંથી રેસ્ક્યુ કરાયેલ મગર આશરે 3 થી 4 ફૂટનો હતો. ચોમાસાની શરૂઆત થતાંજ મગરો હવે રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે. ચોમાસામાં રહેણાંક વિસ્તારોમાં આવી જતા, લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. ખાસ કરીને વિશ્વામિત્રી નદીમાંતી મગરો રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, ભારે વરસાદ પડતો હોય છે., ત્યારે પણ મગરો પાણીના પ્રવાહમાં તણાઇ આવતા હોય છે. નદી કિનારાના લોકોને મગરના ડર સાથે રહેવું પડે છે.

ચોમાસામાં રહેણાંક વિસ્તારોમાં આવી જતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે

ચોમાસામાં રહેણાંક વિસ્તારોમાં આવી જતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે

વરસાદી કાંસમાં મગર આવી ગયો હતો
વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારની પૂજા પાર્ક સોસાયટી પાસે વરસાદી કાસમાંથી મગર નીકળતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. વન વિભાગની રેસ્ક્યૂ ટીમે સ્થાનિક લોકોની મદદ લઇ સાડા ચાર ફૂટના મગરનું સહી સલામત રેસ્ક્યૂ કર્યું હતું અને તેને વન વિભાગમાં લઇ આવ્યા હતા. વરસાદી કાંસમાંથી મગર આવી જતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

વિશ્વામિત્રી નદીમાંતી મગરો રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે.

વિશ્વામિત્રી નદીમાંતી મગરો રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે.

ખલીપુરમાં કૃત્રિમ તળાવમાંથી મગરને રેસ્ક્યૂ કર્યો
આ ઉપરાંત ખલીપુર ગામ પાસે આવેલી એક કંપની દ્વારા વરસાદી પાણીના સંગ્રહ માટે એક કૃત્રિમ તળાવમાં પાણી સાથે એક મગર તણાઇ આવ્યો હતો. કૃત્રિમ તળાવમાં ફરી રહેલા મગરને કંપનીમાં રહેતા મજૂરોએ જોતા ચોંકી ઉઠ્યા હતા અને આ અંગેની જાણ પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાના અગ્રણી રાજ ભાવસારને કરી હતી. દરમિયાન તુરંત જ તેઓની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને મગરને બહાર કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment