મચ્છરોની ઉત્પતિ:મુંબઈના રેલવે સ્ટેશનમાં જ મેલેરિયાનું ઉદગમ સ્થાન - Alviramir

મચ્છરોની ઉત્પતિ:મુંબઈના રેલવે સ્ટેશનમાં જ મેલેરિયાનું ઉદગમ સ્થાન

મુંબઈએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાદર અને માહિમ સ્ટેશનના છાપરા પર મચ્છરોની ઉત્પતિ

ચોમાસામાં ડેંગ્યૂ અને મેલેરિયાનો ફેલાવો થવાની શક્યતા હોય છે. આ પાર્શ્વભૂમિ પર મહાપાલિકાએ ઠેકઠેકાણે મચ્છરના ઈંડા શોધવાની ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશમાં દાદર, માહિમ, માટુંગા અને સાયન રેલવે સ્ટેશનના છાપરા પર ભરાયેલા પાણીમાં 21 ઠેકાણે મેલેરિયા ફેલાવતા એનોફિલિસ મચ્છરના ઈંડા મળી આવ્યા હતા.

મહાપાલિકાના કીટકનાશક વિભાગ તરફથી તાત્કાલીક ફવારણી શરૂ કરવામાં આવી હતી. બીજા રેલવે સ્ટેશનને છાપરાઓ પર પણ ઈંડાં હોવાની શક્યતા જોતા રેલવે પ્રશાસનને ધ્યાન રાખવાની હાકલ મહાપાલિકાએ કરી છે. મુંબઈમાં મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. હવે તાવના રોગ ફેલાવાની શક્યતા વધી છે. મુખ્યત્વે મેલેરિયા, ડેંગ્યૂ જેવા રોગના નિયંત્રણ માટે મહાપાલિકાએ કમર કસી છે.

ઈમારત પરિસરમાં પાણીની ટાંકીઓ, અગાશી પર મૂકેલો ભંગાર સામાન, ઝૂપડાઓમાં પાણીના ડ્રમ, પ્લાસ્ટિકની તાલપત્રીમાં ભરાયેલ પાણી, ભંગાર વસ્તુઓ, બાંધકામ વગેરેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ દરમિયાન મચ્છરના ઈંડાં મળે તો એનો નાશ કરવામાં આવે છે અને યોગ્ય કીટકનાશકની ફવારણી કરવામાં આવે છે. ડેંગ્યૂ, મેલેરિયા પર નિયંત્રણ માટે મહાપાલિકા તરફથી આખુ વર્ષ ઘેરઘેર, આસ્થાપનાઓની મુલાકાત લઈને મચ્છરના ઉત્પતિ સ્થાન શોધવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment