મદદ:પાલનપુરમાં મંદિરના ઓટલે રહેતા 100 વર્ષનાં લલીતાબા સાથે અણછાજતું વર્તન કરતાં કુટુંબીજનોને 181 બોલાવી સમજાવ્યા - Alviramir

મદદ:પાલનપુરમાં મંદિરના ઓટલે રહેતા 100 વર્ષનાં લલીતાબા સાથે અણછાજતું વર્તન કરતાં કુટુંબીજનોને 181 બોલાવી સમજાવ્યા

પાલનપુર2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સામાજિક સંસ્થાઓએ માજીના માટે આજીવન કરિયાણું, કપડાં, પગરખાંની જવાબદારી લીધી

પાલનપુર સીટીલાઇટ શોપિંગ સેન્ટર પાછળની ગલીમાં મંદિરના ઓટલે રહેતા 100 વર્ષના વૃધ્ધાને દિકરો બરોબર સંભાળ રાખતો નથી. કુટુંબીજનો પણ અણછાજતો વ્યવ્હાર કરતા હોવાની રડતી આંખે હૈયાવરાળ ઠાલવતાં દિવ્ય ભાસ્કર સૌ પ્રથમ 181 અભયમની ટીમ બોલાવી પરિવારજનોને સમજાવ્યા હતા. જે પછી સામાજીક સંસ્થાઓને વાત કરતાં તેમણે આ માજીના ભોજન માટે આજીવન કરીયાણું તેમજ મકાન ઉપર તાટપત્રી નાંખવાની, આજીવન કપડાં, પગરખાંની જવાબદારી લીધી છે.

પાલનપુર સીટીલાઇટ શોપિંગ સેન્ટરની પાછળ રામદેવપીરજીના મંદિરના ઓટલે વરસાદ વચ્ચે એકલા બેઠેલા 100 વર્ષના લલીતાબેન કાંનાજી મેણાને દિવ્ય ભાસ્કરે પુછતાં અશ્રુભરી આંખે હૈયાવરાળ ઠાલવતાં કહ્યુ હતુ કે, પરિવારમાં પતિ અને ચાર પુત્રો અને એક દીકરી હતા. 50 વર્ષ અગાઉ પતિ કાંનાજીનું મૃત્યુ થયું હતુ. જે પછી ત્રણ પુત્રો પણ મૃત્યુ પામ્યા હતા. દીકરી પ્રેમ લગ્ન કરી તેના સાસરે રહે છે. હાલમાં એક પુત્ર જવેરભાઇ (ઉ.વ.45) છે. જેના લગ્ન થયા નથી. મજુરી કરી જીવન વીતાવે છે. સાંજે જમવાનું લાવે છે. બપોરે જમવાનું મળે ન મળે ચલાવી લઉં છુ. ઘર તૂટી ગયું હોવાથી મંદીરના ઓટલે બેસી રહું છુ. કુટુંંબીજનો મારી સાથે અણછાજતું વર્તન કરે છે. તેમની આપવિત સાંભળી દિવ્ય ભાસ્કરે બનાસકાંઠા 181 અભયમમાં કોલ કરતાં પાલનપુર કાઉન્સેલર જીનલબેન પરમાર,મહિલા પોલીસ શિલ્પાબેન ત્યાં આવી લલીતાબેનના ઘરની મુલાકાત લીધી હતી.

181 અભયમના કાઉન્લેસર જીનલબેને લલીતાબેનના પરિવારજનોએ જણાવ્યું કે, માજીના મૃત્યુ પામેલા પુત્રના પૌત્રો એમને રહેવા માટે લઇ જાય છે. પરંતુ તેઓ ત્યાં જતાં નથી અમે રાખીએ પણ અભદ્ર ભાષા બોલી હેરાન કરે છે. ત્યારે કાઉન્સેલરે તેમને સમજાવતાં જણાવ્યું કે, માવતર ઘરડું થાય ત્યારે તે નાના બાળક જેવું બની જતાં હોય છે. એ બોલે એ તરફ ધ્યાન ન આપી તેમને દુ:ખી ન કરવા જોઇએ. બે ટંક જમવાનું આપવાનું કહી કાયદાકીય પગલાંની સમજ પણ આપી હતી.

આ સંસ્થાઓએ કરિયાણું કપડાં સહિતની જવાબદારી લીધી

  • બનાસકાંઠા સદ્દવિચાર ફાઉન્ડેશનના ચેરમેન રાહુલભાઇ કોઇટીયાએ જણાવ્યું હતુ કે, માજીના ઘર ઉપર તાટપત્રી અમે નાંખી આપીશુ.
  • પાલનપુર સદ્દભાવના ગૃપ ટ્રસ્ટના ચેરમેન હરેશભાઇ ચૌધરીએ જણાવ્યું કે, લલીતાબાને આજીવન કરીયાણું મળી રહે તેની તેમજ ઘરવખરીની વ્યવસ્થા અમે કરીશું.
  • પાલનપુર ગુરૂકૃપા સેવા ટ્રસ્ટના ચેરમેન જશવંતસિંહ વાઘેલાએ જણાવ્યું હતુ કે, માજીના આજીવન કપડાં, પગરખાંની મદદ અમે કરીશુ

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment