મન્ડે પોઝિટિવ:કિન્નર સ્થાપિત સંસ્થા પૂરપીડિતોની મદદે - Alviramir

મન્ડે પોઝિટિવ:કિન્નર સ્થાપિત સંસ્થા પૂરપીડિતોની મદદે

નવસારી2 કલાક પહેલાલેખક: ચંદ્રેશ પટેલ

  • કૉપી લિંક
  • નવસારીની સ્વીકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2500 અસરગ્રસ્તોને સહાય કરાઇ

તાજેતરમાં નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પણ પડેલા વરસાદને કારણે રેલ આવી હતી. જેમાં નવસારી 3 દિવસ પાણી પાણી થયું હતું. શહેર સહિત જિલ્લામાં પાણી ભરાઈ જતા લોકોએ માનવતાવાદી અભિગમ દાખવીને પૂરગ્રસ્ત લોકોને સહાય પહોંચાડી રહ્યાં છે. જેમાં નવસારીમાં રહી સમાજના શુભ પ્રસંગોમાં જઈ દાપૂ દક્ષિણા માગતા કિન્નર સમાજના એક કિન્નરે પણ પોતાના બનાવેલ સામાજિક ટ્રસ્ટમાંથી પૂર પીડિતો માટે રાહત સામગ્રી બનાવી માનવ ધર્મ ઉજાગર કર્યો છે.

નવસારીમાં વર્ષોથી રહેતા પ્રકૃતિ કુંવર મહેતા એક કિન્નર છે અને નવસારીમાં રહેતા કિન્નર સમાજના એક વર્ગની આગેવાની પણ કરે છે. તેઓએ એક સ્વીકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ બનાવીને કાઉન્સેલિંગ અને ગરીબો માટે અનાજનું વિતરણ કરતી સંસ્થા પણ ચલાવે છે. હાલમાં નવસારી જિલ્લામાં આવેલ પુરને કારણે તેઓએ પૂર પીડિતો માટે મદદ કરવાની ઈચ્છા જાગી અને તુંરત જ તેઓએ ટ્રસ્ટના માધ્યમથી ફૂડ પેકેટ બનાવ્યા અને ત્યારબાદ ગરમ ગરમ રસોઈ બનાવીને પૂરગ્રસ્ત લોકોના ઘરે આપવા ગયા હતા.

સતત 3 દિવસમાં 2500થી વધુ લોકોને મદદ કરી છે. કિન્નર એવા પ્રકૃતિ કુંવર મહેતા અને તેમના ટ્રસ્ટની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સમાજમાં સદા ઉપેક્ષિત અને અલગ રહેનાર કિન્નર સમાજ હંમેશા મુશ્કેલીઓમાં નવસારીની સેવા કરવા માટે આગળ આવ્યો છે. મુશ્કેલીમાં માનવતાના અભિગમની ચારેકોર પ્રશંશા થઈ રહી છે. સમાજ પાસે જેવું લઈએ અને તેને આશીર્વાદ સાથે સમાજને આપવાની તાકાત પણ ધરાવીએ છીએ. તેમ કિન્નર સમાજના કિન્નર પ્રકૃતિ કુંવર મહેતાએ જણાવ્યું હતું.

સમાજ ભેદભાવ ન કરે અમે પણ ઉપયોગી
સમાજ અમારા અસ્તિત્વ સાથે સ્વીકાર કરે અને ભેદભાવ વગર સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાય શકે તે હેતુથી અમે સ્વીકૃતિ ટ્રસ્ટની સ્થાપના કરી છે. સમાજ માટે અમે પણ યોગદાન આપી શકીએ છીએ. સમાજે અમારી જાતિ કે જેન્ડર ધ્યાનમાં રાખવું જોઈએ નહીં. અમે 3 દિવસ સુધી રાહત સામગ્રી વિતરણ કરી સમાજ પ્રત્યેની લગન અને દુઆ પણ સંકળાયેલી છે. > પ્રકૃતિ કુંવર મહેતા, સ્વીકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment