મન્ડે પોઝિટિવ:મંદિરના ઓટલે બેસી જીવન ગુજારતાં વૃદ્ધાને પુન: પરિવાર મળ્યો - Alviramir

મન્ડે પોઝિટિવ:મંદિરના ઓટલે બેસી જીવન ગુજારતાં વૃદ્ધાને પુન: પરિવાર મળ્યો

પાલનપુર2 કલાક પહેલાલેખક: મુકેશ ઠાકોર

  • કૉપી લિંક
  • દિવ્ય ભાસ્કર અને 181 અભયમની મદદથી અણછાજતો વ્યવહાર કરતા પરિવારે વૃદ્ધાને સાચવવાની જવાબદારી લીધી
  • વૃદ્ધાના તૂટેલા- ફૂટેલા ઘર ઉપર તાડપત્રી, આજીવન કરિયાણું, કપડાં, પગરખાં માટે સેવાભાવી સંસ્થાઓ મદદ કરશે

પાલનપુર સીટીલાઇટ શોપિંગ સેન્ટર પાછળની ગલીમાં મંદિરના ઓટલે રહેતા 100 વર્ષના વૃધ્ધાની મદદ કરી દિવ્ય ભાસ્કરે સામાજિક દાયિત્વ નિભાવ્યું છે. માજીનો દીકરો સંભાળ રાખતો નથી. કુટુંબીજનો પણ અણછાજતો વ્યવ્હાર કરતા હોવાની રડતી આંખે હૈયાવરાળ ઠાલવતાં દિવ્ય ભાસ્કર સૌ પ્રથમ 181 અભયમની ટીમ બોલાવી પરિવારજનોને સમજાવ્યા હતા. જે પછી સામાજીક સંસ્થાઓને વાત કરતાં તેમણે આ માજીના ભોજન માટે આજીવન કરીયાણું તેમજ મકાન ઉપર તાટપત્રી નાંખવાની, આજીવન કપડાં, પગરખાંની જવાબદારી લીધી છે.

પાલનપુર સીટીલાઇટ શોપિંગ સેન્ટરની પાછળ રામદેવપીરજીના મંદિરના ઓટલે વરસાદ વચ્ચે એકલા બેઠેલા 100 વર્ષના લલીતાબેન કાંનાજી મેણાને દિવ્ય ભાસ્કરે પુછતાં અશ્રુભરી આંખે હૈયાવરાળ ઠાલવતાં કહ્યુ હતુ કે, પરિવારમાં પતિ અને ચાર પુત્રો અને એક દીકરી હતા. 50 વર્ષ અગાઉ પતિ કાંનાજીનું મૃત્યુ થયું હતુ. જે પછી ત્રણ પુત્રો પણ મૃત્યુ પામ્યા હતા. દીકરી પ્રેમલગ્ન કરી તેના સાસરે રહે છે.

હાલમાં એક પુત્ર જવેરભાઇ (45) છે. જેના લગ્ન થયા નથી. મજુરી કરી જીવન વીતાવે છે. સાંજે જમવાનું લાવે છે. બપોરે જમવાનું મળે ન મળે ચલાવી લઉં છુ. ઘર પડી જતાં મંદિરના ઓટલે બેસી રહું છુ. કુટુંંબીજનો મારી સાથે અણછાજતું વર્તન કરે છે. આપવીત સાંભળી દિવ્ય ભાસ્કરે ઠા 181 અભયમમાં કોલ કરતાં પાલનપુર કાઉન્સેલર જીનલબેન પરમાર અને પોલીસ શિલ્પાબેન ત્યાં આવ્યા હતા. જેમણે લલીતાબેનના ઘરની મુલાકાત લીધી હતી. અને પરિવારજનોને માજીને સારી રીતે રાખવા, જમવાનું આપવા સમજાવ્યા હતા.

અભયમના કાઉન્સલરે પરિવારને સમજાવ્યા, ઘરડું માવતર બાળક જેવું હોય છે એને હેરાન ન કરાય
પાલનપુર 181 અભયમના કાઉન્લેસર જીનલબેને 100 વર્ષના લલીતાબેનના પરિવારજનોએ જણાવ્યું હતુ કે, માજીના મૃત્યુ પામેલા પુત્રના પૌત્રો એમને રહેવા માટે લઇ જાય છે. પરંતુ તેઓ ત્યાં જતાં નથી અમે રાખીએ પણ અમને અભદ્ર ભાષા બોલી હેરાન કરે છે. ત્યારે કાઉન્સેલરે તેમને સમજાવતાં જણાવ્યું હતુ કે, માવતર ઘરડું થાય ત્યારે તે નાના બાળક જેવું બની જતાં હોય છે. એ બોલે એ તરફ ધ્યાન ન આપી તેમને દુ:ખી ન કરવા જોઇએ. બે ટંક જમવાનું આપવાનું કહી કાયદાકીય પગલાંની સમજ પણ આપી હતી.

સહાય માટે સંસ્થાઓ આગળ આવી અમે ઘર ઉપર તાડપત્રી નાંખી આપીશુ
બનાસકાંઠા સદ્દવિચાર ફાઉન્ડેશનના ચેરમેન રાહુલભાઇ કોઇટીયાએ જણાવ્યું હતુ કે, માજીના ઘર ઉપર તાટપત્રી અમે નાંખી આપીશુ.

આજીવન કરિયાણું અને ઘરવખરી અમે આપીશુ
પાલનપુર સદ્દભાવના ગૃપ ટ્રસ્ટના ચેરમેન હરેશભાઇ ચૌધરીએ જણાવ્યું કે, લલીતાબાને આજીવન કરીયાણું મળી રહે તેની તેમજ ઘરવખરીની વ્યવસ્થા અમે કરીશું.

આજીવન કપડાં- પગરખાં અમે આપીશુ
પાલનપુર ગુરૂકૃપા સેવા ટ્રસ્ટના ચેરમેન જશવંતસિંહ વાઘેલાએ જણાવ્યું હતુ કે, માજીના આજીવન કપડાં, પગરખાંની મદદ અમે કરીશુ.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment