મન્ડે પોઝિટિવ:NDRF : પૂરમાં મોત વચ્ચે ઝઝુમતા 100ને બચાવ્યા, 600ને સલામત ખસેડ્યા - Alviramir

મન્ડે પોઝિટિવ:NDRF : પૂરમાં મોત વચ્ચે ઝઝુમતા 100ને બચાવ્યા, 600ને સલામત ખસેડ્યા

વલસાડ2 કલાક પહેલાલેખક: હસીન શેખ

 • કૉપી લિંક
 • વલસાડના ઔરંગા નદીના પાણીએ શહેરના ચારે તરફથી અજગરી ભરડો લીધો એ સમયે NDRFની ટીમે બચાવ કામગીરી કરી
 • કુદરતી કે આકસ્મિક આફતોમાં બચાવકાર્ય કરતા માનવ જીવન બચાવવું એ જ NDRFના જવાન ખરો આત્મસંતોષ : ટીમ કમાન્ડર

વલસાડ જિલ્લામાં ખાસ કરીને ચોમાસામાં સર્જાતી ભયજનક પરિસ્થિતિમાં આફતની પળોમાં હમેશા એનડીઆરએફની ટીમના જવાનો લોકો માટે દેવદૂત સાબિત થયા છે. ઔરંગાનદીના ભારે પૂરના કારણે સર્જાયેલી આપદામાં પણ એનડીઆરએફની 2 ટીમના 50 જવાને જવાંમર્દી બતાવી જિંદગી અને મોત વચ્ચે ઝઝુમતા લોકોને બચાવી લીધાં છે.

ઓરંગાના ધસમસતા પૂરના પાણીથી ઘેરાઇ ફસાઇ ગયેલા 600 લોકોને સહીસલામત સ્થળે કર્યા તો 100થી વધુ લોકોને બચાવીને નવજીવન બક્ષ્યું હતું. વલસાડ જિલ્લામાં સપ્તાહ અગાઉ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરતાં જ એનડીઆરએફની 2 પ્લાટૂન વલસાડ આવી પહોંચી હતી. આ ટીમે દરિયા કાંઠાના ગામ તથા નીચાણવાળા વિસ્તારોની મૂલાકાત લઇ સ્થિતિનો તાગ મે‌ળવી લીધો હતો. મોતમાંથી બચાવવાની કામગીરી અંગે હરિયાણાના ટીમ કમાન્ડર સંદિપ હુડ્ડા સાથે સંવાદ કર્યો હતો.

એનડીઆરએફની ટીમ મૂળ સીઆરપીએફના જવાનો છે
આર્મીના સીઆરપીએફમાં ભરતી કરાયેલા જવાનોને દેશની બોર્ડર પર દુશ્મનો સામે જંગમાં ઉતરવા અને દેશમાં જ્યાં પણ તોફાનો, આંતકવાદી પ્રવૃત્તિઓના બનાવો, ગુનેગારોને ઝબ્બે કરવા અને તોફાનો ડામી દેવા સહિતની ફરજો સોંપવામાં આવે ત્યારે સીઆરપીએફના જવાન દેશ અને દેશવાસીઓની સેવા માટે તત્પર હોય છે. આ સીઆરપીએફમાંથી જ એનડીઆરએફ પાંખમાં નિમણૂંકો આપવામાં આવે છે. સીઆરપીએફમાં ભરતી થયા બાદ તેમને જનતાની માનવીય સેવા માટે એનડીઆરએફમાં ફરજ બજાવવા માટેની તક મળે છે.

જવાનોની નિમણૂંક બાદ 19 મહિનાની ટ્રેઇનિંગ
એનડીઆરએફમાં જવાની તૈયારી દર્શાવતા જવાનોને આફતો અને આકસ્મિક મોટી ઘટનાઓમાં રેસ્કયુની કામગીરી માટે સ્પેશ્યિલ ટ્રેઇનિંગ 19 મહિના સુધી લેવી પડે છે.જેમાં પુર,આગ સહિતના બનાવોમાં અસરગ્રસ્તોના જીવ કેવી રીતે બચાવવા, કેવી સાવધાની રાખવી, લાઇફ જેકેટ, બોટ સહિતના સાધનોનો ઉપયોગ કરવા સહિતની તાલીમ અપાય છ. આગમાં ઉંચાઇના સ્થળેથી કે પુરમાંથી રેસ્ક્યુ કરવાની તાલીમથી સજ્જ કરવામાં આવે છે.

સીધી વાત – સંદિપ હુડ્ડા, એનડીઆરએફના ટીમ કમાન્ડર

 • આફતોમાંથી લોકોને ઉગારવા માટે તમે કેવી રીતે સજ્જ રહો છો
 • સીઆરપીએફમાંથી આ કામગીરી માટે ઇચ્છુક હોઇએ છીએ.અમને પ્રથમથી કહેવામાં આવે છે કેે આ કામ માટે એનડીઆરએફમાં જવું છે કે કેમ.
 • દુશ્મનો સામે લડવાના ધ્યેય સાથે આર્મીમાં જોડાયા તો આની તાલીમ કેવી હોય છે
 • હા તે સાચી વાત છે.પરંતું જીવ બચાવવાની નેમ સાથે અમને 19 માસની સ્પે.ટ્રેનિંગમાંથી પસાર થવું પડે છે.
 • જીવના જોખમે લોકોને મોતના મુખમાંથી બચાવતી વખતે તમે કેવું અનુભૂતિ થાય છે
 • લોકોને મોતના મુખમાંથી બચાવવાનો જ મુખ્ય ધ્યેય હોય છે જેનો ખુબ આત્મસંતોષ મળે છે.
 • કોઇ એવો બનાવ જેમાં તમને ખુબ સંતોષ મળ્યો હોય.
 • હાલમાં ગુજરાતના જ બોટાદમાં 8 માસની પ્રેગનન્ટ મહિલાને રાત્રે 12 વાગ્યે પુરના પાણીમાંથી ઘરમાથી બચાવી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment