મહિલા કોન્સ્ટેબલનો માસ્ટર પ્લાન:મારો પતિ ઈન્સ્પેક્ટર છે, તમે ખાલી પૈસા આપો, બંને ભાણિયાને સરકારી નોકરી અપાવી દઈશું, કલોલના વેપારી પાસેથી 11.30 લાખ લૂંટ્યા - Alviramir

મહિલા કોન્સ્ટેબલનો માસ્ટર પ્લાન:મારો પતિ ઈન્સ્પેક્ટર છે, તમે ખાલી પૈસા આપો, બંને ભાણિયાને સરકારી નોકરી અપાવી દઈશું, કલોલના વેપારી પાસેથી 11.30 લાખ લૂંટ્યા

કલોલએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • વેપારીએ પૈસા પરત માંગા તો ગંદી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી
  • વેપારીએ મહિલા કોન્સ્ટેબલ તેમજ તેના પતિ વિરુદ્ધ કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વડોદરાની મહિલા કન્સ્ટેબલે પોતાના પતિને પોલીસ ઈન્સ્પેક્ટર બતાવી કલોલના એક વ્યક્તિ સાથે 11.30 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ કલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મહિલા કન્સ્ટેબલના પતિએ સરકારી નોકરી અપાવવાની લાલચ આપી વેપારી પાસેથી ધીરે-ધીરે કરીને લાખો રૂપિયા પડાવી લીધા હતા. વેપારીએ રૂપિયા પરત માંગતા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંતે વેપારીએ મહિલા કોન્સ્ટેબલ તેમજ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

‘એક જ સોસાયટીમાં હોવાથી ઓળખાણ હતી’
પ્રાપ્ત માહિતી અનુસાર, કલોલ જય ભવાની રો રો હાઉસ સોસાયટીમાં રહેતા યોગેશભાઈ પરસોત્તમભાઈ વર્મા જેવો દાતા ખાતે સંવેદનના કોયલ કલસ્ટર નામનું યુનિટ ચલાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની જ સોસાયટીમાં સ્નેહલબેન પરમાર વર્ષોથી રહેતા હતા અને તેઓને સારી રીતે ઓળખતા હતા. સ્નેહલબેન પરમાર હાલમાં વડોદરા શહેરમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં હ્યુમન પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, જેવો પહેલા રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.

‘મારા પતિની સરકારમાં સારી ઓળખાણ છે એમ કહીં અમને છેતર્યા’
2020 ફેબ્રુઆરી મહિનામાં સ્નેહલબેન પરમાર એ યોગેશભાઈની ઓળખાણ તેમના પતિ સાથે કરાવી અને કહ્યું કે, મારા પતિ ધવલ ખાવડું જુનાગઢ જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે અને તેમના મોટા મોટા ઓફિસરો અને રાજકારણીઓ સાથે સારા સંબંધ છે તેમ જ મોટી વગ ધરાવે છે. તે સમય દરમિયાન ફેબ્રુઆરી મહિનામાં જ એક દિવસ આ ધવલ ખાવડું અને સ્નેહલ પરમાર બંને જણા યોગેશભાઈના ઘરે બેસવા આવ્યાં અને જણાવ્યું કે, મારા પતિ સરકારી ખાતામાં જેવા કે યુજીવીસીએલ, પીજીવીસીએલ, જેટકો તેમજ સચિવાલય ગાંધીનગર ખાતે મોટા સેટીંગ છે જેમાં કોઈ આપણા પર્સનલ ઓળખાણ વાળા સંબંધી હોય તો તેઓને મદદ કરીએ છીએ. તેવી વાત કરતા મેં મારા બંને ભાણેજ વિજ્ઞેશ અને જયેશ કે જેઓ સરકારી નોકરીની તૈયારી કરતા હતા. ત્યારબાદ બંને દંપતિએ મારા બંને ભાણીયાઓની સરકારી નોકરીની બાબતની વાત કરતા તેઓએ અમને વિશ્વાસમાં લીધેલ અને આ ધવલ ખાવડું એ મને કહ્યું કે તમારા બંને ભાણીયાઓને પીજીવીસીએલમાં ઉચ્ચ અધિકારી સાથે પોતાની અંગત ઓળખાણથી નોકરી અપાવી દઈશ.

‘પહેલા ફોન-પે પછી ચેકથી રૂપિયા આપ્યા હતા’
ત્યારબાદ તેઓએ કહ્યું કે, તમારા બંને ભાણીયાઓને પીજીવીસીએલમાં સરકારી નોકરી અપાવવા નિગમના ઉચ્ચ અધિકારીઓને 12 લાખ રૂપિયા આપવા પડશે. તેવું જણાવતા અમે તેમના પર વિશ્વાસ કરી લીધો અને તેમના કહ્યા પ્રમાણે એપ્રિલ 2020થી 14-4-2021ના સમયગાળા દરમિયાન ટુકડે ટુકડે મારા ફોન-પે એપ્લિકેશન ઉપરથી ધવલ ખાવડું ના મોબાઈલ નંબર ઉપર ઓનલાઇન પેમેન્ટ કરેલ અને તારીખ 6-8-2020 ના રોજ મારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કલોલ શાખાનો ચેક ₹4,50,000લખી જમા કરાવેલ તેમજ એક ચેક મારા બનેવી જયેશભાઈ પરમારનો પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નો એક ચેક 50,000 નો લખી જમા કરાવેલ તેમજ 14-4-2021ના રોજ ધવલ ખાવડુંના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા મધુરમ સોસાયટી એરીયા બ્રાન્ચ જુનાગઢના ખાતામાં 49,900 ની રકમ જમા કરાવેલ અમોએ એપ્રિલ 2020થી નવેમ્બર 2021ના સમયગાળા દરમિયાન ચેક દ્વારા તથા ઓનલાઇન એપ્લિકેશન થી કુલ 11,30,000 જમા કરાવ્યા હતા.

‘પૈસા લૂંટ્યા બાદ અલગ-અલગ ખોટા સર્ટિફિકેટો આપ્યાં’
ત્યારબાદ તેઓએ જુદા જુદા નોકરીના ઇન્ટરવ્યૂના પત્ર શૈક્ષણિક લાયકાત અંગેના પ્રમાણપત્રનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા અંગેના પત્રો તથા સરકારી વેબસાઈટ ઉપર મારા બંને ભાણિયાઓના નામ આવેલ છે તે અંગેના પત્રો એપ્લિકેશન નંબર વેઇટિંગ લિસ્ટ તથા બંને ભાણીયાઓ ના નામ સાથેનું પસંદગી પામેલ ઉમેદવારનું લિસ્ટ વગેરે પુરાવા સમયે તેઓના મોબાઇલ દ્વારા whatsapp મારફતે અમોને મોબાઈલ ઉપર મોકલ્યાં હતા. તારીખ 30-11-2021ના રોજ બંને ભાણીયા જીગ્નેશ તથા પાર્થને ઓરીજનલ ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે જુનાગઢ ખાતે આવવાનું કહીને મારા મિત્ર મુકેશભાઈ રમેશભાઈ કાપડિયા મારા બંને ભાણીયાઓને લઈ પીજીવીસીએલ કચેરીમાં જુનાગઢ ગયેલ અને ધવલભાઈ ખાવડું એ બંને ભાણીયાઓને પીજીવીસીએલ કચેરી જુનાગઢના બીજા માળે મોટા સાહેબ સામે ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે લઈ ગયેલ. પરંતુ સાહેબ ઓફિસના કામેથી બહાર ગયેલ છે પછી હું મારી રીતે સાહેબને મળી લઈશ અને તમારો નોકરીનો ઓર્ડર તમારા સરનામે રજીસ્ટર ટપાલ દ્વારા મળી જશે તેમ ધવલ ખાવડું એ મારા ભાણેજોને કહી ઘરે પરત જવા કહ્યું હતું.

‘અંતે અમે સ્નેહલના ઘરે જઈને ઉભા થઈ ગયા’
ઘણો સમય વીત્યા બાદ નોકરી અંગેનો કોઈ ઓર્ડર આવ્યો નહીં તેથી નિરાશ થઈ ગયેલા ભાણીયાઓએ નોકરીનું કામ ન થતા સ્નેહલ પરમાર ના ઘરે ગયેલ અને તે વખતે ધવલ ખાવડું ત્યાં હાજર જ હતા જેથી અમોએ તેઓને કહેલ કે મારા ભાણેજ ની નોકરી અપાવો કાં તો અમારા પૈસા અમને પાછા આપી દો તો તે અંગે બંને જણાએ અમોને પૈસા પરત આપવા બાબતે આશ્વાસન આપેલ અને પૈસાની માંગણી કરતા તેઓ જુદી જુદી તારીખો ના વાયદા આપતા ગત તારીખ 7-7-2022 ના રોજ રાત્રે 8:40 વાગ્યાની આસપાસ હું મારે ઘરે જતો હતો તો પૈસા બાબતે પૂછતા તેઓ મારા ઉપર ઉશ્કેરાઈ ગયેલ અને ગંદી ગંદી ગાળો બોલવા લાગ્યાં હતા.

‘મને જાનથી મારી નાખવાની ધમકી આપતા’
મને કહેતા કે તું મારું કશું ઉખાડી નહીં લઈશ બહુ હિંમત કરી લીધી હવે તું જોઈ લેજે બે દિવસમાં તારું શું થાય છે તો પૈસા લેવા જીવતો રહે કે કેમ તેમ કહીને મને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને એ સમય દરમિયાન સહેલબેને તેમના પિતા ઈશ્વરભાઈ પરમારનાઓને આ બાબતે વાત કરતા તેઓ પણ આવી જતા મને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને કહેલ કે હવે પછી તું પૈસાની માંગણી કરીશ તો તને હું જાનથી મારી નાખીશ તેવી તેમની દીકરી સાથે જ રહે જેથી કલોલ પોલીસ સ્ટેશનને આરોપી સ્નેહલ તેમજ તેમના પતિ ધવલ ખાવડુ અને સ્નેહલના પિતા ઈશ્વર પરમાર પર ખોટા દસ્તાવેજો તથા ખોટી ઓળખાણના ધાગધમકી મુજબની ધારાધોરણોની કલમો થી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment