માંડ માંડ જીવ બચ્યો:વલસાડ કલેક્ટરે દરિયો ન ખેડવા સૂચના આપી હોવા છતા માછીમાર દરિયામાં ગયો, મધ દરિયે બોટ બંધ થઇ ગઇ - Alviramir

માંડ માંડ જીવ બચ્યો:વલસાડ કલેક્ટરે દરિયો ન ખેડવા સૂચના આપી હોવા છતા માછીમાર દરિયામાં ગયો, મધ દરિયે બોટ બંધ થઇ ગઇ

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Although The Valsad Collector Has Instructed Not To Plow The Sea, The Fisherman Went Into The Sea, The Boat Got Stuck In The Sea.

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • મોટી દાતીના દરિયામાં માછીમારી કરવા ગયેલી બોટમાં ક્ષતિ સર્જાઇ હતી
  • બોટ રેસ્ક્યૂ કરી લાવવા લાવવા જતા ખલાસીનો પગ પંખામાં ફસાયો

માછીમારી કરવાની પરવાનગી ન હોવાથી દરિયામાં માછલીઓ વધારે મળવાની લાલચમાં કેટલાક માછીમારો આટલા રફ દરિયામાં પણ જીવન જોખમે માછીમારી કરવા જતાં હોય છે. વલસાડના મોટી દાંતી દરિયા કિનારે માછીમારી કરવા ગયેલી બોટના એન્જીનમાં દોરડું ફસાઈ જતા માછીમારીની બોટ બંધ થઈ ગઈ હતી. અન્ય બોટની મદદ વડે બોટને ટોચન કરીને લાવી રહ્યા હતા. તે દરમિયાન બોટમાં ફસાયેલું દોરડું કાઠવા ગયેલા ખલાસીએ દોરડું કાઢવા જતા પગમાં પાંખો લાગી જતા પગમાં ફેક્ચર થયું હતું. ઘટના અંગે 108ની ટીમે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો

ખલાસીનું રેસ્ક્યૂ
મે મહિનાથી 15 ઓગસ્ટ સુધી દરિયામાં માછીમારી ન કરવા જવા જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જે જાહેરનામાને લઈને જિલ્લાની 700થી વધુ બોટ કિનારા ઉપર લંગારી દેવામાં આવી છે. આજરોજ મોટી દાંતી દરિયા કિનારે રહેતા પરમેશ્વરી બોટના માલિક વધુ માછલી મળવાની લાલચે ગેરકાયદેસર રીતે પરમિશન વગર બોટ દરિયામાં લઈ ગયો હતો. માછીમારી દરમિયાન બોટના પંખામાં દોરડું ફસાઈ જતા પંખો બંધ થઈ જતા બોટ બંધ થઈ ગઈ હતી. બીજી બોટ બોલાવી આ બોટને ટોચન કરી રહ્યા હતા જે દરમિયાન, પંખામાં દોરડું કાઢવા ગયેલા ધનસુખભાઈ ટંડેલનો પગ પંખામાં આવી જતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા 108ની ટીમની મદદ લેવામાં આવી હતી. વલસાડ 108ની ઇએમટી માનસી પટેલ અને પાયલોટ કેતન આહિરે એક કિલોમીટર જેટલું અંતર ચાલીને બોટમાંથી ખલાસીનું રેસ્ક્યૂ કરી, 108ની ટીમે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખલાસીને સારવાર માટે ખસેડ્યો હતો. તેમ ગામના અગ્રણીઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment