માગણી:અનાજ, કઠોળ અને અન્ય ખાદ્યચીજો પર લગાવેલો 5 ટકા GST રદ કરવા ધારાસભ્યે CMને પત્ર લખ્યો - Alviramir

માગણી:અનાજ, કઠોળ અને અન્ય ખાદ્યચીજો પર લગાવેલો 5 ટકા GST રદ કરવા ધારાસભ્યે CMને પત્ર લખ્યો

પાટણ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ પરિવારના લોકો માટે ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બન્યું

પ્રીપેકડ અનાજ, કઠોળ અને અન્ય ખાદ્યચીજો પર લગાવેલ 5 ટકા જીએસટી રદ કરવા પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી માગણી કરી છે. 5 ટકા જીએસટી રદ કરવા માટે ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી રાજ્યની અને દેશની પ્રજા મોંધવારીનો ભા૨ે માર સહન કરી રહી છે. ગરીબ અને મધ્યમ પરિવારના લોકો માટે ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે.

ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જી.એસ.ટી કાઉન્સિલની 47ની બેઠકમાં પ્રિ પેકડ લેબર્ડ અનાજ, કઠોળ, દહીં, પનીર, મય, મીટ, મખના, મમરા, ગોળ જેવી રોજિંદી ખાદ્ય ચીજ અને અનાજ પર 5 ટકા જીએસટી લાગુ કરવામાં આવેલ છે. સરકારના આ નિર્ણયથી સમગ્ર વેપારી આલમમાં અને ખાસ કરીને નાના અને મધ્યમ વેપારીઓમાં ભારે રોષની લાગણી પેદા થઈ છે. અત્યાર સુધીની તમામ સરકારોએ અનાજ અને કઠોળને જીવન જરૂરિયાતની વસ્તુઓ ગણીને તેને તમામ પ્રકારના ટેક્સમાંથી મુક્તિ આપેલી હતી. ફૂડ સૌનો અધિકાર છે આ સિદ્ધાંતને ધ્યાને રાખીને અગાઉની સરકારોએ આ નિર્ણય લીધેલો હતો.

કોરોનાના કપરા સમય બાદ નાના અને મધ્યમ વેપારીઓ માંડ માંડ પોતાનો ધંધો ચલાવતા થયા છે ત્યારે સરકાર દ્વારા 5 ટકા જીએસટી લાદી વેપારીઓ ઉપર પડતા પર પાટુ જેવી પરિસ્થિતિ પેદા કરી છે. વળી જે વેપારીઓનું ટર્નઓવર 40 લાખથી ઓછું છે અને 1 જુલાઇ 2022 પહેલા પોતાનો માલ ખરીદેલો છે તેવા વેપારીઓ કઈ રીતે વેપાર કરશે એની પણ સ્પષ્ટતા કરી નથી.

આમ એક બાજુ મોંધવારીનો માર પ્રજા સહન કરી રહી છે ત્યારે વેપારી ઉપર નાખેલા ટેક્સ પડ્યાના માથે પાટુ જેવી પરિસ્થિતિ પેદા કરશે. છેવટે આ ભાર તો પ્રજા પર જ જવાનો છે. આ બાબત ગંભીરતાથી લોકોના અને વેપારીઓના હિત માટે ટેક્સ રદ કરવા માટે માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment