માછીમારોમાં આક્રોશ:સમુદ્ર તટની પ્રોટેક્શન દિવાલમાં ગાબડું : ત્રણ મકાનો ધરાશાયી - Alviramir

માછીમારોમાં આક્રોશ:સમુદ્ર તટની પ્રોટેક્શન દિવાલમાં ગાબડું : ત્રણ મકાનો ધરાશાયી

ઊનાએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ઊનાનાં સૈયદ રાજપરા ખાતે રાજાશાહી વખતનું બંદર આવેલું છે
  • ટીડીઓ સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા, રજૂઆત બાદ પણ કામગીરી થતી નથી, માછીમારોમાં આક્રોશ

ઊનાનાં સૈયદ રાજપરા બંદર કાંઠા વિસ્તારમાં રાજા શાહિ વખતનું મોટું બંદર આવેલ છે આ બંદર ઉપર અંદાજીત 500થી વધુ બોટ દરિયામાં ફીશીગ કરાતી હોય અને સમગ્ર ગામની અંદાજીત 15000ની વસ્તી ધરાવતા આ બંદર વર્ષનાં આઠ માસ સુધી દરિયાઈ સમુદ્રતટ વચ્ચે ધમધમતું રહે છે અને તાલુકાના તેમજ વિવિધ સ્થળોએ થી લોકો રોજગારી મેળવી રહ્યા છે.

અા ગામ સમુદ્રતટને અડીને આવેલુ હોય અહીં માછામારો પોતાના પરિવાર સાથે રહેતા હોય દરિયાઈ મોજાં ચોમાસા દરમિયાન અને વાવાઝોડાના કારણે દરિયો તોફાની પવન સાથે ગાડો તુર બનતો હોય એ સમયે દરીયા કિનારે પાણી ગામમાં ધુસી જતાં હોવાનાં કારણે માછીમારોને નુકશાની થી બચાવવાં અને આગળ વધી રહેલાં દરીયાઇ મોજાને અટકાવવા 100 મીટર લાંબી પ્રોટેક્શન દિવાલ મારેલ છે.

પરંતુ લાંબા સમયથી ફીશરરીઝ વિભાગ અને પોર્ટ વિભાગનાં તંત્ર દ્વારા બંદરો પર ધ્યાન કેન્દ્રિત નહીં કરાતાં આ દિવાલો પર વિવિધ સ્થળોએ ગાબડાં પડી ગયાં હોવાથી દરીયાઈ પાણી ગામમાં ઘુસી જતાં હોવાનાં કારણે માછીમારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ નુકશાનીનો ભોગ બનવું પડે છે. આ બંદરો ચૂંટણી સમયે તેમજ કુદરતી આફતો વખતે રાજનેતાઓ અને સરકારનાં તેમજ વિરોધપક્ષનાં નેતાઓ મુલાકાત લઈને માછીમારોને ઠાલા વચનો આપી જતાં રહેતાં હોય છે પરંતુ વાસ્તવમાં કોઈ નકર કામગીરી સમયસર નહીં થતી હોવાથી મુશ્કેલી અનુભવવી પડી રહી છે.

થોડાં સમય પહેલાં માછીમારો માટે આ બંદર ઉપર પ્રોટેક્શન દિવાલ બનાવવાની કામગીરી સોંપાતા અધુરી દિવાલનું કામ છોડી દેવાતાં જેવી સ્થિતિ હતી તેવી જ સ્થિતિ થઈ જતાં માછીમાર પરેશાની ભોગવવી રહ્યા છે અને ગત સાંજના સુમારે પ્રોટેક્શન દિવાલ નજીક રહેતાં માછીમાર ભીલ પાચાભાઈ વસરામભાઈ બાંભણીયા, માંડણભાઈ ગભરુંભાઈ, બાંભણીયા, પાચાભાઈ ગાંડાભાઈ બાંભણીયાનાં માલીકીનાં મકાનો ધડાકાભેર ધસી તૂટી પડતાં મોટી દુર્ધટના થતાં અટકી હતી મકાનો પડી જવાનાં કારણે આ માછીમારોની ધરવખરી માલ સામાનને નુકશાન પહોંચ્યું હતું. સદનસીબે આ મકાનમાં રહેતા પરીવાર અને આજુબાજુના વિસ્તારમાં લોકોની અવરજવર ન હોવાનાં કારણે જાનહાની ટળી હતી.

વર્ષોથી બંદરો પર કામો થયા નથી
આ અંગે પ્રકાશભાઈ બાંભણીયાએ કહ્યું હતું કે, ફીશીરીઝ કચેરીમાં સ્ટાફના અભાવે કામ થતા નથી. આ ઉપરાંત મીઠા પાણીની પણ સમસ્યા છે. અને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે માછીમાર એસો., સરપંચ, સભ્યો દ્વારા રજૂઆત કરાઈ છે. છતાં ઉકેલ આવ્યો નથી. અને ઘણા સમયથી તંત્ર દ્વારા બંદરોના કામ કરવામાં આવ્યા નથી.

ટીડીઓ અને મંત્રી ઘટના સ્થળે દોડી ગયા
દરિયાના મોજાની થપાટના કારણે દિવાલ તુટી પડતા 3 માછીમારોના મકાન ધરાશાયી થયાની જાણ થતા ટીડીઓ જાડેજા, તલાટી મંત્રી પી.વી.ખસીયા સ્થળ પર પહોંચ્યા હતા અને રીપોર્ટ તૈયાર કરી ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment