માટીચોરી:ઊંઝાના વણાગલામાં પુષ્પાવતી નદી અને ગૌચરમાં 50 લાખની માટીચોરી પકડાઇ - Alviramir

માટીચોરી:ઊંઝાના વણાગલામાં પુષ્પાવતી નદી અને ગૌચરમાં 50 લાખની માટીચોરી પકડાઇ

મહેસાણા41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • મદદનિશ ભૂસ્તર અધિકારી સહિતની ટીમ દોઢ કિમી ચાલીને સ્થળ પર પહોંચી

ઊંઝાના વણાગલા ગામે પુષ્પાવતી નદીના પટ અને આસપાસ ગૌચરમાં જેસીબી થી ગેરકાયદે થઇ રહેલા માટી ખનન અંગે બાતમી મળતાં ખાણ ખનીજ વિભાગની ટીમે છાપો મારી જેસીબી સહિત રૂ.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. માટી ખનન કરનાર સામે હવે દંડકીય કાર્યવાહી થશે. ખાણ ખનિજ વિભાગના સૂત્રો મુજબ, અંદાજે 50 લાખથી વધુ કિંમતની માટીનું ખનન થયાનું જણાય છે. માપણી પછી સ્પષ્ટ થશે. માટી ખનન કરનાર દંડ નહીં ભરે તો ફોજદારી કાર્યવાહી કરાશે.

વણાગલાથી પસાર થતી પુષ્પાવતી નદીના પટમાં અંદર અને બહારની સાઇડેથી માટી ખોદી વાહનોમાં બિન્દાસ્ત હેરાફેરી થાય છે. જે ધ્યાને આવતાં રવિવારે મદદનીશ ભૂસ્તર અધિકારી, સર્વેયર અને બે સિક્યુરિટી ગાર્ડની ટીમ ગામે પહોંચી હતી. ગાડી અંદર સુધી જઇ શકે તેમ ન હોઇ દોઢ કિમી ચાલીને ટીમ ખનન સ્થળે પહોંચતાં જેસીબીથી માટી ઉલેચાતી હતી. આથી તંત્રએ સ્થળ પરથી જેસીબી સીઝ કરી માટીખનન બાબતે નાગજી વણઝારા સામે દંડકીય કાર્યવાહી માટે માપણી શરૂ કરી હતી.

સરપંચ-તલાટીનો ખુલાસો મગાશે
આ અંગે મદદનીશ ભૂસ્તર અધિકારી મીત પરમારે કહ્યું કે, જિલ્લા કલેક્ટરના સરક્યુલર મુજબ જે-તે ગામના સરપંચ, તલાટી વગેરેએ ગામના ગૌચરમાં ખનન થતું હોય તો કાર્યવાહી કરવા સુચવેલું છે. આમ છતાં વણાગલામાં ગૌચરમાં માટી ખનન થયું હોઇ હવે કારણદર્શક નોટિસ આપી ખુલાસો માંગવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment