માથાભારે શખ્સોની દાદાગીરી:પાલનપુરની બ્રિજેશ્વર કોલોની પાસે ત્રણ બુકાનીધારી શખ્સો વેપારીને મારમારીને ફરાર, અગાઉ ફોનમાં ધમકીઓ મળતી હતી - Alviramir

માથાભારે શખ્સોની દાદાગીરી:પાલનપુરની બ્રિજેશ્વર કોલોની પાસે ત્રણ બુકાનીધારી શખ્સો વેપારીને મારમારીને ફરાર, અગાઉ ફોનમાં ધમકીઓ મળતી હતી

બનાસકાંઠા (પાલનપુર)4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • આજુબાજુના લોકો આવી જતા હુમલાખોરો નાસી ગયા

પાલનપુર નગર કોલોની વિસ્તારમાં એક સોના-ચાંદીના વેપારી જીતેન્દ્રભાઈ અગ્રવાલને બાઈક પર સવાર આવેલા ત્રણ બુકાનીધારી ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં જીતેન્દ્રભાઈ અગ્રવાલ ત્રણ ઈસમો ધોકા વડે માર મારતા ગંભીર રીતે ઘાયલ થયેલા જીતેન્દ્રભાઈને સ્થાનિક લોકોએ સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

વેપારીને એક અઠવાડિયાથી ધમકીઓ આવતી હતી
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં બ્રિજેસ્વર કોલોની પાસેથી એક સોના-ચાંદીના વેપારી જીતેન્દ્રભાઈ અગ્રવાલ દુકાન રાત્રિના સમય બંધ કરી જઈ રહ્યા હતા. જે સમયે એક બાઇક ઉપર મોઢા પર રૂમાલ બાંધીને ત્રણ ઈસમો આવી ધોકા વડે જીતેન્દ્રભાઈ અગ્રવાલ પર તૂટી પડ્યા હતા અને જીતેન્દ્રભાઈ અગ્રવાલ હાથમાં જે સમાન હતું તે લઈ ભાગવાની કોશિશ કરી હતી, પરંતુ વેપારી જીતેન્દ્રભાઈએ બુમાબુમ કરતા આજુબાજુના લોકો એકત્ર થઈ જતા તે ઈસમો ત્યાંથી નાસી છૂટયા હતા. જોકે સોના-ચાંદીના વેપારી જીતેન્દ્રભાઈ અગ્રવાલને અઠવાડિયા પહેલા મારવાની ધમકી આવતી હતી. જેના પગલે પોલીસમાં અરજી આપેલી હતી, જે બાદ રાત્રિના સમયે દુકાનથી ઘરે આવતા બાઈક સવારો ઉતરીને જીતેન્દ્રભાઈને મારવા લાગ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. પાલનપુર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

મોઢા પર રૂમાલ બાંધેલા હતા: જીતેન્દ્રભાઈ અગ્રવાલ
આ અંગે વેપારી જીતેન્દ્ર ભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે. મેં અઠવાડિયા પહેલા sp સાહેબને એક અરજી આપેલી હતી. મને મારવાની ધમકીઓ આવતી હતી. જેમાં રવી ઠક્કર નામનો શખ્સ કહેતો હતો કે, તને ઉપાડી જઈને મારી નાખું. આજે હું દુકાનથી ઘરે આવતો હતો. ત્યારે પહેલાં તો મને માર્યો. હાથમાં જે પણ સામાન હતો એ લઈને ભાગવાનો પ્રયત્ન કર્યો. મે બુમાબુમ કરતા લોકો ભેગા થતા શખ્સો ભાગી ગયા. મોઢા પર રુમાલ બાંધેલા હતા એટલે ઓળખી ન શક્યો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment