મારામારી:રાપર તાલુકાના પીછાણામાં જમીન મામલે વૃદ્ધ ભાઈઓને પથ્થરોથી માર મરાયો - Alviramir

મારામારી:રાપર તાલુકાના પીછાણામાં જમીન મામલે વૃદ્ધ ભાઈઓને પથ્થરોથી માર મરાયો

અંજાર35 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 3 આરોપીઓએ પોતાનો હક્ક જમાવવા મારામારી કરી

રાપર તાલુકાના પીછાણામાં જમીન પર પોતાનો હક્ક જમાવવા 3 આરોપીઓએ 2 વૃદ્ધ ભાઈઓને છુટા પથ્થરોના ઘા કરી માર મારતા બંને ભાઈઓ ઘાયલ થયા હતા. બનાવ અંગે આડેસર પોલીસ મથકે પીછાણા ગામે રહેતા 62 વર્ષીય જગાભાઈ અંબાવીભાઈ બાંભણીયા (પટેલ)એ નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદીના પિતાજીની જમીન ભાઈઓ ભાગે થતા મોટા ભાઈ કરમણભાઈને કોઠાવાળી સીમમાં જમીન મળી હતી.

જેમાં આરોપી નાનજી જેસંગ કોલીએ જમીન પોતાની હોવાનો દાવો કરી રાપર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને કોર્ટે ફરિયાદીના ભાઈની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જે સંદર્ભે આરોપી નાનજી અને તેના પુત્રો હીરા અને મેદા ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ફરિયાદી અને તેના ભાઈને માર મારવા લાગ્યા હતા અને તે જમીન પર જતા નહિ તેવી ધમકી આપી છુટા પથ્થરોના ઘા કરતા ફરિયાદીને માથાના ભાગે ઈજાઓ પહોંચતા આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

સામખિયાળીમાં પતિથી છૂટાછેડા ન લેજે કહી ભાઈ અને દિયરે પરિણીતાને માર માર્યો
સામખિયાળીમાં રહેતી 40 વર્ષીય હસીનાબેન હારૂનભાઈ મીરે તેના ભાઈ સિકંદર જુમા મીર અને દિયર રફીક બાબુ મીર વિરુધ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ પરિણીતાના ઘરે આવે તારા પતિથી છૂટાછેડા ન લેજે તેવું કહી ધોકા વડે પગના ભાગે માર માર્યો હતો. જેમાં પરિણીતા બંને ઢીચણમાં ફ્રેકચર સહિતની ઈજાઓ થતા. તેના પતિએ 108ની મદદથી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે તેને સારવાર અર્થે ખસેડી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment