મારી શાળા સ્વચ્છ શાળા:મહીસાગર જિલ્લાની 36 સ્કૂલને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2021-22 અંતર્ગત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા - Alviramir

મારી શાળા સ્વચ્છ શાળા:મહીસાગર જિલ્લાની 36 સ્કૂલને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2021-22 અંતર્ગત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા

મહિસાગર (લુણાવાડા)30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2021-22 અંતર્ગત મહીસાગર માનવ સંશાધન વિકાસ મંત્રાલય તથા સમગ્ર શિક્ષા મહીસાગર દ્વારા પસંદ થયેલ કરાયેલ મહીસાગર જીલ્લાની 36 શાળાઓને પ્રમાણપત્ર એનાયત કરવા માટે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ લુણાવાડાના 42 પાટીદાર સમાજ ઘર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રમિલાબેન ડામોરની અધ્યક્ષસ્થતામાં યોજાયો હતો. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એટલે કે જે જગ્યા સ્વચ્છ છે ત્યાં પ્રભુનો વાસ હોય છે . આ ઉક્તીને સાર્થક કરવા માટે વડાપ્રધાને પણ ” સ્વચ્છ ભારત , સ્વસ્થ ભારત સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સફાઈ અંગેની કામગીરી હાથ ધરી છે, એજ રીતે ગુજરાતમાં પણ મુખ્યમંત્રીની રાહબરી હેઠળ સ્વચ્છતા અંગે ઘણી યોજનાઓ અમલમાં છે . સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2021-22 અતર્ગત યોજાયેલ આ કાર્યક્રમમાં મહિસાગર જિલ્લામા કુલ 36 ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની શાળાઓનો ઇનામ અને પ્રમાણપત્ર જિલ્લા પંચાયત પ્રમુખના વરદ હસ્તે એનાયત કરાયા હતા.

26 શાળાઓને પ્રમાણપત્ર એનાયત કરાયા
​​​​​​
​ઉલ્લેખનિય છે કે, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2021-22 અંતર્ગત મહીસાગર જીલ્લાની પસંદ કરાયેલી વિવિધ 36 શાળાઓને પાણી, ટોઇલેટ, સાબુથી હાથ ધોવા, બિહેવિયર ચેન્જ એન્ડ કેપેસીટી બિલ્ડીંગ, ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ, કોરોના કાળ દરમિયાન તૈયારી જેવા વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ઠ કાર્ય દર્શાવવા બદલ ગ્રામ્ય અને શહેરી કેટેગરીમાં કુલ 10 શાળાઓને પુરસ્કાર ઇનામ સાથે પ્રમાણપત્ર અને 26 શાળાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં જિલ્લાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણી , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આરાતભાઈ બારીયા ,જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, લુણાવાડા ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જે.પી.પટેલ, જિલ્લા શિક્ષણ સમિતીના ચેરમેન બાબુભાઇ પટેલ , તમામ શાળાઓના મુખ્ય શિક્ષકો , મૂલ્યાંકનકાર તથા સમગ્ર શિક્ષા મહીસાગરનો સ્ટાફ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment