માર્ગદર્શન:ખેતરમાં અળસિયા ન હોઇ ઉત્પાદનને માઠી અસર - Alviramir

માર્ગદર્શન:ખેતરમાં અળસિયા ન હોઇ ઉત્પાદનને માઠી અસર

કોડીનાર2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગીર સોમનાથમાં કેવીકે દ્રારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું,ખાતર વેંચી આવક પણ મેળવી શકાય છે

ગીર સોમનાથમાં ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન અપાયું હતું.મળતી વિગત મુજબ કેવીકે-ગીર સોમનાથના વિષય નિષ્ણાંત પૂજાબેન નકુમે જણાવ્યું હતું કે ચારેકોર પ્રાકૃતિક ખેતી, રસાયણમુક્ત ખેતી,ઝેરમુક્ત ખેતીની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારેહવે એ સમય આવી ગયો છે કે આપણે સૌએ સૌ પ્રથમ તો “અ અળસીયાનો અ”થી શરૂઆત કરવી પડશે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે જમીન એ ખૂબ જ મહત્વનો કુદરતી સ્ત્રોત છે.

એક સમય હતો જ્યારે જમીનમાં આપણને પુષ્કળ અળસીયા જોવા મળતા હતા પરંતુ દિન પ્રતિદિન કૃષિમાં રસાયણોના થતા અવિચારી અને વધુ ઉપયોગને કારણે જમીનની ગુણવતા તથા ઉત્પાદન શક્તિ ઉપર પ્રતિકુળ અસર થતી જાય છે અને અળસિયા ભાગ્યે જ કોઈ ખેતરમાં જોવા મળે છે. જેના પરીણામે પાકના ઉત્પાદન અને ગુણવત્તા પર પણ તેની માઠી અસર જોવા મળે છે. આવા સંજોગોમાં જમીનમાં સેંદ્રીય પદાર્થો ઉમેરવાની તાતી જરૂરીયાત ઉભી થઈ છે.

જેમાં છાણીયુ ખાતર, વિવિધ ખોળ, લીલો પડવાશ, વર્મિકમ્પોસ્ટ ઉપયોગી છે તે પૈકીનુ વર્મિકમ્પોસ્ટ એ અળસીયા દ્વારા ઝડપથી તૈયાર થતુ સેંદ્રીય ખાતર છે. જે નાઇટ્રોજન, ફોસ્ફરસ, તથા પોટાશ જેવા મુખ્ય પોષકતત્વો તથા ગૌણ અને સુક્ષ્મતત્વો પૂરા પાડે છે.

આ ઉપરાંત અળસીયા દ્વારા છોડવામાં આવતા ઉત્સેચકોના કારણે તેની ગુણવત્તા અન્ય સેન્દ્રીય ખાતરો કરતા ઉંચી હોય છે. આથી એવુ કહી શકાય કે અળસીયુ એ ખેડૂતનુ કુદરતી હળ છે કારણ કે તે જમીનમાં સતત કાર્યરત રહે છે. જેના લીધે જમીનમાં અનેક કાણાં પડે છે જે જમીન માટે ફાયદારૂપ સાબીત થાય છે.

અળસીયુ એ ખેડુતના ખેતરનો અવિરતપણે કામ કરતો એન્જીનીયર છે. જો અળસીયા કે તૈયાર થયેલ ખાતરનો જથ્થો વધુ પ્રમાણમાં હોય તો તેનુ વેચાણ કરી આવકનો એક નવો સ્ત્રોત પણ ઉભો કરી શકાય છે. આથી આપણી જમીનમા ખેડુતના મિત્ર એવા અળસીયાની સંખ્યા કેવી રીતે વધે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment