માલપુર STબસ સ્ટેશન ગંદકીનું સામ્રાજ્ય:પશુઓનો અડ્ડો તેમજ મુતરડીની અપૂરતી વ્યવસ્થાથી લોકોને હાલાકી, બસ નિયત પ્લેટફોર્મ પર ન ઉભતા મુસાફરોમાં રોષ - Alviramir

માલપુર STબસ સ્ટેશન ગંદકીનું સામ્રાજ્ય:પશુઓનો અડ્ડો તેમજ મુતરડીની અપૂરતી વ્યવસ્થાથી લોકોને હાલાકી, બસ નિયત પ્લેટફોર્મ પર ન ઉભતા મુસાફરોમાં રોષ

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Inadequate Arrangement Of Cattle Station And Mutardi Harassing Women, Anger Among Passengers Who Do Not Stand On The Designated Bus Platform

અરવલ્લી (મોડાસા)25 મિનિટ પહેલા

  • બહારથી આવતી મોટાભાગેની બસો નિયત પ્લેટફોર્મ પર ઉભી રહેતી નથી

માલપુર બસ સ્ટેશન નવું બને ચાર વર્ષ જેટલો સમય થયો બસ સ્ટેશન નવું બને છે. ત્યારે સ્ત્રી-પુરુષ માટે પૂરતા પ્રમાણમાં મુતરડી સહિત શૌચાલય હોવા જોઈએ દરરોજની 300થી વધુ બસો અવર જવર કરે છે. માલપુર બસ સ્ટેશનમાં ફક્ત એક-એક જ મુતરડી છે. જેના કારણે બહારથી આવતી બસના મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવે છે. ઘણી વખત મહિલાઓને શરમ જનક સ્થિતિમાં મુકાય છે. બસ સ્ટેશનમાં અતિશય ગંદકીનું સામ્રાજ્ય છે, એક તરફ કોરોના મેલેરિયા જેવા મચ્છર જન્ય રોગચાળો ન થાય એ માટે સ્વચ્છતાના અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. તો બીજી તરફ રોજની અવર-જવરની જગ્યામાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે.

બસ સ્ટેશનમાં પશુઓનું પણ સામ્રાજ્ય
માલપુર બસ સ્ટેશનમાં એસટી બસ ઉભી રહેવા માટે પ્લેટફોર્મ બનાવેલ છે, પણ બહારથી આવતી મોટાભાગેની બસો નિયત પ્લેટફોર્મ પર ઉભી ન રહેતા મુસાફરો સમયસર બસ સ્ટેશન આવ્યા હોય છતાં એસટી બસ ચુકી જાય છે. જેથી બહારથી આવતી બસો નિયત બસ સ્ટેશન ઉભી રહેએ ખાસ જરૂરી છે. બસ સ્ટેશનમાં પશુઓનું પણ સામ્રાજ્ય છે, પશુઓના અડ્ડા હોવાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાતા હોય છે. ઘણી વખત પશુઓ મુસાફરીને ઇજા પણ પહોંચાડતા હોય છે, ત્યારે માલપુર બસ સ્ટેશનની આ તમામ તકલીફો દૂર થાય એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment