માસુમનો શિકાર:અમરેલી જિલ્લામાં સિંહણ બાદ દીપડાનો આતંક, ડાભાળી-જીરા ગામ વચ્ચેથી એક વર્ષીય બાળકીને ઉઠાવી ગયો - Alviramir

માસુમનો શિકાર:અમરેલી જિલ્લામાં સિંહણ બાદ દીપડાનો આતંક, ડાભાળી-જીરા ગામ વચ્ચેથી એક વર્ષીય બાળકીને ઉઠાવી ગયો

અમરેલી29 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • શોધખોળમાં બાળકીની ખોપરી સહિત અવશેષો મળ્યા

અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાઓની સંખ્યા વધી રહી છે. સતત હુમલાઓના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. જિલ્લામાં આતંક મચાવનાર સિંહણને મધરાતે વન વિભાગે પાંજરે પુરી છે, ત્યારે હવે દીપડાનો આતંક સામે આવ્યો છે. આજે વહેલી સવારે ધારી ગીર વિસ્તારમાં આવેલા ડાભાળી અને જીરા ગામ વચ્ચે રોડ કાંઠે વાડી વિસ્તારમાં એક વર્ષીય બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો. જેની શોધખોળમાં માત્ર ખોપરી અને અમુક અવશેષો મળી આવી છે. આ ઘટનાથી બાળકીના પરિવારમાં શોક છવાયો છે. ગામના સરપંચ સહિત આસપાસના લોકો આગેવાનો દોડી આવ્યા હતા અને વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગની ટીમો પણ દોડી આવી છે.

દીપડાને પાંજરે પુરવાની કવાયત શરું
દીપડાના હુમલાની ઘટના બાદ ધારી ગીર પૂર્વ ડી.સી.એફ રાજદીપ સિંહ ઝાલા દ્વારા સૂચના આપતા વનવિભાગ દ્વારા પ્રથમ પાંજરા ગોઠવી દેવાયા છે અને દીપડાનું લોકેશન મેળવવા કવાયત શરૂ કરી છે અહીં પણ ભયનો માહોલ છવાયો છે.

20 દિવસથી વન્યપ્રાણીનો રીતસર આતંક વધ્યો છે
તાજેતરમાં સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામની એક મહિલાને દીપડાએ ફાડી ખાધી હતી. ત્યારબાદ ફરી ધારીના મીઠાપુર ગામ નજીક 1 માલધારી યુવક ઉપર હુમલો કર્યો હતો. રાજુલાના માંડળ ગામમાં 19 જેટલા ઘેટા બકરાનો દીપડા દ્વારા શિકાર કર્યો હતો અને છેલ્લે ગઈકાલે જાફરાબાદના બાબરકોટ ગામમાં સિંહણના આતંકમાં 6 જેટલો ઉપર હુમલો કર્યો હતો.

અમરેલી જિલ્લા પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન અને સિંહ પ્રેમી વિપુલ લહેરીએ જણાવ્યું હતું કે, સિંહ અને દીપડાના હુમલા સતત વધી રહ્યા છે. તેમની સંખ્યા પણ ખૂબ વધી રહી છે. સરકારે વધુ સ્ટાફ ફાળવવો પડશે. વન્યપ્રાણી ઉપર પેટ્રોલિંગ વધારવું પડશે. સતત મુમેન્ટ ઉપર નજર રાખવી પડશે કેમ કે હવે બનાવો ખૂબ વધી રહ્યા છે. આ પ્રકારના બનાવો સરકાર અટકાવી નહીં શકે તો વન્યપ્રાણી સામે સ્થાનીક લોકોનો રોષ વધશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment