માસૂમને કાળ ભરખી ગયો:થરામાં પહેલાં ધોરણમાં અભ્યાસ કરતી માસૂમ બાળકીને ટ્રેક્ટરે ટક્કર મારી, ઘટના સ્થળે જ મોત - Alviramir

માસૂમને કાળ ભરખી ગયો:થરામાં પહેલાં ધોરણમાં અભ્યાસ કરતી માસૂમ બાળકીને ટ્રેક્ટરે ટક્કર મારી, ઘટના સ્થળે જ મોત

બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • વિદ્યાર્થિની પોતાના ભાઈ સાથે સ્કૂલથી સાઇકલ પર ઘરે પરત આવી રહી હતી

કાંકરેજના થરામાં એક શાળામાંથી છૂટી વિદ્યાર્થીની પોતાના ભાઈ સાથે ઘર તરફ જતા ટ્રેક્ટર ચાલકે સાઈકલને ટક્કર મારતા માસુમ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ટ્રેક્ટર ચાલકે સાયકલ પર સવાર વિદ્યાર્થિની અને તેના ભાઈને ટક્કર મારતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી.

પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનું સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અકસ્માતો અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. જેમાં આજે કાંકરેજના થરામાં એક શાળામાંથી અભ્યાસ કરી છ વર્ષની વિદ્યાર્થીની પોતાના ભાઈ સાથે સાયકલ ઉપર ઘર તરફ જતા રસ્તામાં દરમિયાન એક ટ્રેકટર ચાલકે સાઈકલને ટક્કર મારતા વિદ્યાર્થિની અને તેનો ભાઈ નીચે રોડ પર પટકાયા હતા. જેના કારણે વિદ્યાર્થીઓને અને તેના ભાઈને ઈજાઓ પહોંચી હતી. બનાવના પગલે આજુબાજુના લોકો દોડી પહોંચી વિદ્યાર્થીનો પરિવારજનોને જાણ કરતા વિદ્યાર્થિનીના પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ડોક્ટરે તેને મૃત્યુ જાહેર કરતાં પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. વિદ્યાર્થિની પરિવારજનોએ થરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment